CNG અને iCNG વચ્ચે શું છે તફાવત ? નવી કાર ખરીદતા પહેલા જાણી લો
હાલમાં નોર્મલ CNG સિવાય ટાટા મોટર્સના iCNG વિકલ્પો પણ ભારતીય બજારમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે કઈ કાર પર દાવ લગાવવો ? તમારે ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને જણાવીશું કે નોર્મલ CNG અને iCNGમાં શું તફાવત છે અને કઈ કાર ખરીદવામાં ફાયદો છે ?
પેટ્રોલના વધતા ભાવે તમને પરેશાન કરી દીધા છે, જેના કારણે જો તમે નવી CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો CNG પર સ્વિચ થતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણી લેવી સારી રહેશે. હાલમાં નોર્મલ CNG સિવાય, ટાટા મોટર્સના iCNG વિકલ્પો પણ ભારતીય બજારમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે કઈ કાર પર દાવ લગાવવો ? તમારે ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને જણાવીશું કે નોર્મલ CNG અને iCNGમાં શું તફાવત છે અને કઈ કાર ખરીદવામાં ફાયદો છે ?
તફાવત સમજતા પહેલા એ સમજવું જરૂરી છે કે iCNG શું છે ? i નો મતલબ Intelligent અને i CNG કારનો ફાયદો એ છે કે CNG ઓછું હોય ત્યારે આ કાર આપોઆપ પેટ્રોલ પર સ્વિચ કરી શકે છે. જો ગેસ લીકેજ થાય છે, તો સીએનજી ટેક્નોલોજી તરત જ સીએનજી સપ્લાય બંધ કરી દે છે. મતલબ કે ઈન્ટેલિજન્ટ CNG કારમાં આગ લાગવાની શક્યતાઓ પણ ઓછી થઈ જાય છે.
CNG અને iCNG વચ્ચેનો તફાવત
iCNG કારમાં ઇલેક્ટ્રિક મોટર પણ આપવામાં આવી છે જે એન્જિન સાથે કામ કરે છે. એક અલગ મોટરથી કારને ફાયદો મળે છે કે કાર વધારાની તાકાત આપે છે, જે સ્પીડ અને માઈલેજને સુધારે છે.
નોર્મલ CNG કારની સરખામણીમાં iCNG કાર 10 થી 15 ટકા વધુ માઈલેજ આપે છે. જેમ કે જો નોર્મલ CNG પર ચાલતી કાર 20 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ CNGની માઇલેજ આપે છે, તો એક iCNG કાર 22 થી 23 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઇલેજ આપે છે.
નોર્મલ CNGની તુલનામાં iCNG કાર વધુ પાવર આપે છે, નોર્મલ CNGની તુલનામાં iCNG તમને વધુ સારી માઇલેજનો લાભ મળે છે, આ કાર ઓછું પ્રદૂષણ ફેલાવે છે.