TVSનું આ બેસ્ટ સેલિંગ સ્કૂટર નવા ફીચર્સ સાથે થયું લોન્ચ, કિંમત રૂ.75 હજારથી પણ ઓછી

|

Aug 22, 2024 | 7:21 PM

કંપનીએ આ સ્કૂટરની ડિઝાઇનમાં ફેરફાર કર્યા છે અને હવે આ સ્કૂટર શાર્પર અને સ્ટ્રાઇકિંગ લુક સાથે જોવા મળે છે. નવા કલર ઓપ્શન્સ ઉપરાંત સ્કૂટરમાં નવા LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે, આ સિવાય ઈન્ટિગ્રેટેડ ટર્ન ઈન્ડિકેટર્સ સાથે સ્લિમ LED ટેલ લેમ્પ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે.

TVSનું આ બેસ્ટ સેલિંગ સ્કૂટર નવા ફીચર્સ સાથે થયું લોન્ચ, કિંમત રૂ.75 હજારથી પણ ઓછી
TVS Jupiter

Follow us on

TVS મોટરે 2013માં પહેલીવાર TVS Jupiter લોન્ચ કર્યું હતું અને જ્યારથી આ સ્કૂટર માર્કેટમાં લોન્ચ થયું ત્યારથી તે કંપનીનું સૌથી વધુ વેચાતું સ્કૂટર રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને કંપનીએ હવે આ સ્કૂટરનું નેક્સ્ટ જનરેશન મોડલ લોન્ચ કર્યું છે. તમને નવી ડિઝાઇન અને નવા ફીચર્સ સાથે Jupiterનું આ નવું મોડલ મળશે. એટલું જ નહીં TVS કંપનીના આ ફેમસ સ્કૂટરના નવા મોડલમાં હવે તમને મોટી સીટ પણ મળશે.

ડિઝાઇનની વાત કરીએ તો, કંપનીએ આ સ્કૂટરની ડિઝાઇનમાં ફેરફાર કર્યા છે અને હવે આ સ્કૂટર શાર્પર અને સ્ટ્રાઇકિંગ લુક સાથે જોવા મળે છે. નવા કલર ઓપ્શન્સ ઉપરાંત સ્કૂટરમાં નવા LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે, આ સિવાય ઈન્ટિગ્રેટેડ ટર્ન ઈન્ડિકેટર્સ સાથે સ્લિમ LED ટેલ લેમ્પ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે જાણી લઈએ કે Honda Activaને ટક્કર આપનાર આ સ્કૂટરના નવા મોડલની કિંમત શું છે અને Jupiter 2024 મોડલમાં કયા નવા ફીચર્સ મળશે ?

એન્જિન પણ અપગ્રેડ

કંપનીએ નવા મોડલમાં એન્જિનને પણ અપગ્રેડ કર્યું છે, હવે આ સ્કૂટરમાં તમને 113.3 cc એર-કૂલ્ડ એન્જિન મળશે જે 5000rpm પર 7.91bhpનો પાવર અને 5000rpm પર 9.2Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર સાથે તમને 82kmphની ટોપ સ્પીડ મળશે.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

TVS જ્યુપિટર ફીચર્સ

TVSના આ નવા મોડલમાં બે હેલ્મેટ રાખવા માટે સ્ટોરેજ, મોબાઈલ ચાર્જ કરવા માટે યુએસબી પોર્ટ, એલઈડી લાઈટિંગ હશે. આ સિવાય હવે આ સ્કૂટર નવા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે આવશે જે બ્લૂટૂથ કનેક્ટિવિટી સપોર્ટ સાથે આવશે. કંપનીએ આ સ્કૂટરમાં ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ, ડિસ્ટન્સ ટુ એમ્પ્ટી, ઓટો-કટ ટર્ન ઈન્ડિકેટર, હેઝાર્ડ લેમ્પ અને વોઈસ કમાન્ડ જેવા ખાસ ફીચર્સ આપ્યા છે.

આ નવા સ્કૂટરની ભારતમાં કિંમત

TVS મોટરના આ ફેમસ સ્કૂટરના નવા મોડલની શરૂઆતની કિંમત 73,700 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તો Honda Activaની શરૂઆતની કિંમત 76,684 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

Next Article