AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyundai Exterથી Kia Sonet સુધી…આ છે રૂ.10 લાખથી પણ સસ્તી સનરૂફવાળી 5 SUV

જો તમે પણ સનરૂફવાળી કાર ખરીદવા માગો છો અને તમારું બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે, તો તમે નવી SUV ખરીદતી વખતે તમારી વિશલિસ્ટમાં આ પાંચ કારનો સમાવેશ કરી શકો છો. આ લેખમાં આજે અમે તમને આ પાંચ કાર કઈ છે અને આ મોડલ્સની કિંમત શું છે, તેના વિશે જણાવીશું.

Hyundai Exterથી Kia Sonet સુધી...આ છે રૂ.10 લાખથી પણ સસ્તી સનરૂફવાળી 5 SUV
sunroof car
| Updated on: Aug 24, 2024 | 7:52 PM
Share

ગ્રાહકોને સનરૂફવાળી કાર ખૂબ ગમે છે, નવી કાર ખરીદતી વખતે દરેક વ્યક્તિ એવું વિચારે છે કે સનરૂફવાળી કાર ખરીદવી છે, પરંતુ પછી કિંમત સાંભળીને ઘણી વખત પ્લાન પડતો મૂકવો પડે છે. આજે અમે તમને એવી પાંચ SUV વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની એક્સ-શોરૂમ કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી છે અને આ વાહનોમાં સનરૂફ પણ છે.

જો તમારું બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે, તો તમે નવી SUV ખરીદતી વખતે તમારી વિશલિસ્ટમાં આ પાંચ કારનો સમાવેશ કરી શકો છો. આ લેખમાં આજે અમે તમને આ પાંચ કાર કઈ છે અને આ મોડલ્સની કિંમત શું છે, તેના વિશે જણાવીશું.

ભારતમાં Kia Sonetની કિંમત

આ Kiaની કાર ગ્રાહકોમાં ખૂબ જ ફેમસ છે, આ SUVની કિંમત 7,99,900 રૂપિયા (એક્સ-શોરૂમ) થી લઈને 14,91,900 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. પરંતુ HTE (O) ઉપરના તમામ મોડલમાં તમને સનરૂફનો લાભ મળશે. HTE (O) વેરિઅન્ટની કિંમત રૂ. 8.29 લાખ (એક્સ-શોરૂમ) છે, જેનો અર્થ છે કે આનાથી ઉપરના તમામ મોડલને ઇલેક્ટ્રિક સનરૂફનો લાભ મળે છે.

ભારતમાં Hyundai Xterની કિંમત

Hyundai Xterની શરૂઆતની કિંમત રૂ. 5.99 લાખ (એક્સ-શોરૂમ) છે, જ્યારે આ કારના ટોપ વેરિઅન્ટ માટે તમારે રૂ. 10.42 લાખ (એક્સ-શોરૂમ) ખર્ચવા પડશે. સનરૂફવાળી આ SUVના SX, SX Knight, SX(O) Connect, SX(O) અને SX(O) Connect Knight વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે અને આ વેરિયન્ટ્સની કિંમત અનુક્રમે રૂ. 8.23 ​​લાખ (એક્સ-શોરૂમ), રૂ. 8.38 લાખ (એક્સ-શોરૂમ), રૂ. 9.05 લાખ (એક્સ-શોરૂમ) અને રૂ. 9.71 લાખ (એક્સ-શોરૂમ) છે.

મહિન્દ્રા XUV 3X0ની ભારતમાં કિંમત

મહિન્દ્રાની આ SUVમાં સિંગલ પેનલ પેનોરેમિક સનરૂફ છે, MX2 Pro અને તેનાથી ઉપરના તમામ વેરિયન્ટ્સમાં સનરૂફ હશે. MX2 Pro વેરિઅન્ટની કિંમત 8.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. સનરૂફ આ કારના MX3 અને MX3 Pro વેરિયન્ટ્સમાં રૂ.10 લાખથી ઓછી કિંમતમાં પણ ઉપલબ્ધ થશે અને આ વેરિયન્ટ્સની કિંમત અનુક્રમે રૂ.9.49 લાખ (એક્સ-શોરૂમ) અને રૂ. 9.99 લાખ (એક્સ-શોરૂમ) છે.

ભારતમાં ટાટા પંચની કિંમત

ટાટા મોટર્સની આ ફેમસ SUVની કિંમત રૂ. 6,12,900 (એક્સ-શોરૂમ) થી રૂ. 10,19,900 (એક્સ-શોરૂમ) છે. સનરૂફનો લાભ અકમ્પ્લીશ્ડ અને તેનાથી ઉપરના મોડલમાં મળશે, અકમ્પ્લીશ્ડ સનરૂફ મોડલની કિંમત રૂ. 8,34,900 (એક્સ-શોરૂમ) છે.

ભારતમાં Hyundai Venueની કિંમત

રૂ.10 લાખથી ઓછી કિંમતવાળી Hyundai કંપનીની આ SUVને બે વેરિઅન્ટમાં સનરૂફનો લાભ મળશે, S+ મોડલ જેની કિંમત રૂ. 9.36 લાખ (એક્સ-શોરૂમ) અને S(O)+ વેરિઅન્ટ છે, જેની કિંમત રૂ. 9.99 લાખ (એક્સ-શોરૂમ) છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">