Maruti Shift CNG લોન પર ખરીદવી હોય તો, મહિને કેટલો આવશે હપ્તો ? જાણો A to Z ગણિત

|

Sep 16, 2024 | 5:48 PM

તાજેતરમાં મારુતિ સ્વિફ્ટનું નવું CNG મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. તેની કિંમત વિશે વાત કરીએ તો, તેનું બેઝ મોડલ VXI છે, જેની ઓન રોડ કિંમત 9,19,779 રૂપિયા થાય છે. જો તમે મારુતિ સ્વિફ્ટ CNG ખરીદવા માંગો છો, પરંતુ તમારી પાસે 9 લાખ રૂપિયાનું બજેટ નથી, તો અમે તમને જણાવીશું કે, આ કાર લોન પર ખરીદવા માટે મહિને કેટલો હપ્તો આવશે.

Maruti Shift CNG લોન પર ખરીદવી હોય તો, મહિને કેટલો આવશે હપ્તો ? જાણો A to Z ગણિત
Maruti Suzuki Swift CNG
Image Credit source: Maruti Suzuki

Follow us on

મારુતિ સુઝુકી એ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની છે જેની પાસે હેચબેકથી લઈને SUV સુધીની કારની વિશાળ શ્રેણી છે, જેમાંથી એક મારુતિ સ્વિફ્ટ છે, તાજેતરમાં કંપની દ્વારા તેનું નવું CNG મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટ તેના સ્પોર્ટી લુક, કિંમત અને માઈલેજને કારણે ભારતના મધ્યમ વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે.

જો તમે પણ નવી CNG મારુતિ સ્વિફ્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારી પાસે આટલું બજેટ નથી, તો અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઓછું ડાઉન પેમેન્ટ ચૂકવીને આ કારને તમે ખરીદી શકો છો.

Maruti Shift CNGની કિંમત

નવી મારુતિ સ્વિફ્ટ CNGની કિંમત વિશે વાત કરીએ તો, તેનું બેઝ મોડલ VXI છે, જેની એક્સ-શોરૂમ કિંમત 9,19,500 રૂપિયા છે અને તેની ઓન રોડ કિંમત 9,19,779 રૂપિયા થાય છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

જો તમે મારુતિ સ્વિફ્ટ CNG ખરીદવા માંગો છો, પરંતુ તમારી પાસે 9 લાખ રૂપિયાનું બજેટ નથી, તો અહીં જણાવેલ ફાઇનાન્સ પ્લાન દ્વારા તમે માત્ર 1 લાખ રૂપિયા ચૂકવીને આ કાર ખરીદી શકશો.

ડાઉનપેમેન્ટ અને EMI

Maruti Shift CNG VXI ખરીદવા માટે તમારે માત્ર 1 લાખ રૂપિયાની જરૂર પડશે. બાકીની રકમ રૂપિયા 8,19,779 પર બેંક લોન આપશે એટલે કે આ રકમના તમારે મહિને હપ્તા ભરવાના રહેશે. લોનની રકમ ફાઇનલ થયા પછી, તમારે 1 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવું પડશે. જો તમે રૂપિયા 8,19,779 પર 9.8 ટકાના વ્યાજ દરે 5 વર્ષ સુધીની લોન લો છો, તો તમારે દર મહિને 17,337 રૂપિયાનો માસિક હપ્તો ચૂકવવો પડશે.

Maruti Shift CNG vxi

નોંધ : જો તમે રૂપિયા 1 લાખના ડાઉન પેમેન્ટ પ્લાન સાથે નવી Maruti Shift CNG ખરીદવા માંગો છો, તો તમારો બેંકિંગ અને CIBIL સ્કોર સારો હોવો જોઈએ. જો બેંકિંગ અથવા CIBIL સ્કોરમાં નકારાત્મક રિપોર્ટ આવે છે, તો બેંક તે મુજબ ડાઉન પેમેન્ટ, વ્યાજની ટકાવારી અને લોનની રકમમાં ફેરફાર કરી શકે છે.

Next Article