જો તમે મારુતિ ડીઝાયર 2024 ખરીદવા માંગો છો, પરંતુ તમારું બજેટ 8 લાખ રૂપિયાથી ઓછું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને નવી ડિઝાયરના સૌથી સસ્તા મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આ બજેટ રેન્જમાં આવી જાય છે. મારુતિના આ મોડલને આ વખતે સ્ટાઇલિશ લૂક આપવામાં આવ્યો છે. એટલું જ નહીં તેને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યા છે.
2024 મારુતિ સુઝુકી ડિઝાયર કોમ્પેક્ટ સેડાન ચાર વેરિઅન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે, જેમાં LXi, VXi, ZXi અને ZXi Plusનો સમાવેશ થાય છે. ગ્રાહકો પેટ્રોલ અને CNG વિકલ્પ પણ પસંદ કરી શકે છે. આમાં તમને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પો ઓફર કરવામાં આવશે.
Dzire 2024ના સૌથી સસ્તા વેરિઅન્ટ વિશે વાત કરીએ તો, તે LXi (મેન્યુઅલ) છે. આ વેરિઅન્ટની કિંમત માત્ર ₹6.79 લાખ છે. ટોપ મોડલની વાત કરીએ તો તેની કિંમત ₹10.14 લાખ (એક્સ-શોરૂમ) છે.
મારુતિ ડીઝાયર 2024 વિશે વાત કરીએ તો, તે ગ્રાહકોને 1.2-લિટર Z સીરીઝ પેટ્રોલ એન્જિન સાથે આપવામાં આવી છે, જે 5,700 rpm પર 82 bhpનો પાવર અને 4,300 rpm પર 112 Nmનો ટોર્ક આપે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે આવે છે. માઈલેજ વિશે વાત કરીએ તો, પેટ્રોલ મોડલ લગભગ 25-26 કિમી/લિટરની માઈલેજ આપે છે, જ્યારે CNG મોડલ 33 કિમી/કિલોની માઈલેજ આપે છે.
સેફ્ટી ફીચર્સની વિશે વાત કરીએ તો, નવી Dzire મજબૂત સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે, જેમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને પેસેન્જર સુરક્ષાનો સમાવેશ થાય છે. આ સિવાય કારને ગ્લોબલ NCAP ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ પણ મળ્યું છે.