AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંગલ ચાર્જ પર દોડશે 600 KM, KIAની આ નવી ઇલેક્ટ્રિક કાર ભારતમાં ક્યારે થશે લોન્ચ ?

Kia બીજી નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. EV9, EV6 અને EV5 બાદ Kiaએ હવે EV3ને વૈશ્વિક બજારમાં રજૂ કર્યું છે. આ કાર જુલાઈમાં વૈશ્વિક સ્તરે લોન્ચ થઈ શકે છે. તો ભારતમાં ક્યારે લોન્ચ થશે અને આ કારના ફીચર્સ વિશે આ લેખમાં જણાવીશું.

સિંગલ ચાર્જ પર દોડશે 600 KM, KIAની આ નવી ઇલેક્ટ્રિક કાર ભારતમાં ક્યારે થશે લોન્ચ ?
Kia Ev
| Updated on: May 30, 2024 | 3:08 PM
Share

Kiaએ એક નવું EV3 મોડલ ઉમેરીને તેના ઇલેક્ટ્રિક પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે. કંપનીએ તેનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કર્યું છે અને તેને વૈશ્વિક સ્તરે રજૂ કર્યું છે. આ પહેલા તેના ઇલેક્ટ્રિક મોડલ EV9, EV6 અને EV5 ગ્લોબલ માર્કેટમાં આવી રહ્યા છે. કંપનીએ તેને E-GMP મોડ્યુલર પ્લેટફોર્મ પર તૈયાર કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે તેને સિંગલ ચાર્જ પર 600 Km સુધી આરામથી ચલાવી શકાય છે.

આ Kia કાર જુલાઈ 2024 સુધીમાં કોરિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી તે યુરોપમાં લોન્ચ થશે. તેને આવતા વર્ષે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ કંપનીની નવી એન્ટ્રી લેવલની કાર પણ હશે. તેની શરૂઆતની કિંમત 30 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

જાણો શું છે ખાસિયત

કંપનીએ EV3માં હાઇ પરફોર્મન્સ ઇલેક્ટ્રિક મોટર લગાવી છે. આ મોટર 201 bhpનો પાવર અને 283 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે એટલી પાવરફુલ છે કે તે માત્ર 7.5 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે. એટલું જ નહીં તેની ટોપ સ્પીડ 180 kmph છે. EV3 વૈશ્વિક બજારમાં બે બેટરી પેક વિકલ્પો 58.3kWh અને 81.4kWh સાથે લોન્ચ કરવામાં આવશે. મોટા બેટરી પેક સાથે, તે સિંગલ ચાર્જ પર 600 કિમીની રેન્જ આપશે. ડીસી ફાસ્ટ ચાર્જરની મદદથી તમે 31 મિનિટમાં બેટરીને 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકશો.

Kia EV3 અંદરથી પણ એકદમ લક્ઝુરિયસ અને ઇકો-ફ્રેન્ડલી છે. તેની અંદર ઈકો ફ્રેન્ડલી મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં, ડેશબોર્ડ અને દરવાજાના ટ્રીમ્સ પર રિસાયકલ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઈન્ટેરિયરમાં પોલિઇથિલિન ટેરેફ્થાલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સીટો, ડોર આર્મરેસ્ટ અને ફ્લોર મેટ્સનો સમાવેશ થાય છે. તેમાં 12.3-ઇંચની મોટી ડિસ્પ્લે હશે, જે ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે સંયુક્ત સેટઅપ હશે. આ કારમાં 12 ઈંચની હેડ-અપ ડિસ્પ્લે પણ હશે. તેમાં હરમન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ મળશે.

તમને આ સુરક્ષા સુવિધાઓ પણ મળશે

Kia EV3ની સુરક્ષા વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમાં મલ્ટિપલ એરબેગ્સ, સ્ટેબિલિટી પ્રોગ્રામ અને લેવલ 2 એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવી કે ફોરવર્ડ કોલિઝન એવિડેન્સ, લેન-કીપ આસિસ્ટ અને એડપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત તે વોઇસ કમાન્ડ સુવિધાઓ સાથે આવશે. ભારતીય બજારમાં તે મારુતિની આગામી EVX, MG ZS EV, આગામી Hyundai Creta EV અને આગામી Tata Curve EV સાથે BYD Ato-3 સાથે સ્પર્ધા કરશે.

g clip-path="url(#clip0_868_265)">