AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Feature: ટુ-વ્હીલર પરથી ‘લપસી જવા’નો ડર દૂર થશે ! આ ફીચર મહત્ત્વનું, અકસ્માતો હવે ઓછા થશે

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા જલ્દી જ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે. વાત એમ છે કે, જાન્યુઆરી 2026થી ભારતમાં બનનારા તમામ નવા ટુ-વ્હીલરમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) લગાડવામાં આવશે.

New Feature: ટુ-વ્હીલર પરથી 'લપસી જવા'નો ડર દૂર થશે ! આ ફીચર મહત્ત્વનું, અકસ્માતો હવે ઓછા થશે
| Updated on: Jun 20, 2025 | 6:16 PM
Share

રસ્તા પર ટુ વ્હીલર ચાલકોની સલામતી હંમેશા એક મોટો પડકાર બનીને સામે આવી છે. જો કે, હવે સરકાર આ અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. દેશમાં વધી રહેલા એક્સિડન્ટોને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં તમામ ટુ વ્હીલરમાં એક ફીચર ઉમેરવાની તૈયારી કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એક નવું નોટિફિકેશન બહાર પાડવાની તૈયારીમાં છે. સરળ શબ્દોમાં કહીએ તો, જાન્યુઆરી 2026થી ભારતમાં બનનારા તમામ નવા ટુ-વ્હીલરમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) હોવી જરૂરી છે. એન્જિન ક્ષમતા ભલે ગમે તેટલી હોય પણ બધામાં ABS તો ફરજિયાત રહેશે.

ABS એ છે શું?

ABS એ વાહનમાં આપવામાં આવતું મહત્વપૂર્ણ સેફ્ટી ફીચર છે. જ્યારે તમે અચાનક બ્રેક લગાવો છો ત્યારે ટાયર લોક થઈ જાય છે, જેથી વાહન લપસવાનું જોખમ રહે છે પરંતુ ABS આવી સ્થિતિમાં ટાયરને લોક થવાથી બચાવે છે. પરિણામે, વાહનનું સંતુલન જળવાઈ રહે છે અને ડ્રાઈવર પર નિયંત્રણમાં રહે છે.

ABS કેવી રીતે કામ કરે છે?

  1. ABSમાં ચોક્કસ સેન્સર અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU) હોય છે જે ટાયરની ગતિ પર સતત નજર રાખે છે. જેમ જેમ તમે બ્રેક લગાવો છો, તેમ તેમ સેન્સર ટાયરની ગતિ પર નજર રાખે છે.
  2. જો કોઈ ટાયર અચાનક લોક થવા લાગે છે, તો ABS તે ટાયર પરનું બ્રેક પ્રેશર ઘટાડે છે. બાઇક જ્યારે ફરીથી સંતુલનમાં આવે ત્યારે સિસ્ટમ તરત જ બ્રેક લગાવે છે.
  3. આ પ્રક્રિયા દર સેકન્ડમાં અનેક વખત થાય છે, જેના કારણે ટાયર લપસતા નથી અને ભલે બ્રેક ગમે તેટલી પણ જોરથી લગાવવામાં આવી હોય રાઈડરનું બાઈક પર નિયંત્રણ યથાવત રહે છે.
  4. જણાવી દઈએ કે, ABS બે પ્રકારના હોય છે. પહેલું સિંગલ ચેનલ ABS છે, જેમાં તે ફક્ત આગળના વ્હીલ પર જ કામ કરે છે. આ ઉપરાંત, ડ્યુઅલ ચેનલ ABS છે, જેમાં તે આગળના અને પાછળના બંને વ્હીલ પર કામ કરે છે.

ABSનો નિયમ શું છે?

હાલમાં, ABS ફક્ત 125cc થી વધુ એન્જિન ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર માટે ફરજિયાત છે. આનો અર્થ એ થયો કે, દેશમાં વેચાતી લગભગ 45% બાઇકોમાં આ સુવિધા નથી. આનું કારણ એ છે કે, 125cc થી ઓછા એન્જિનવાળા બાઇક, જેમ કે હીરો સ્પ્લેન્ડર, હોન્ડા શાઇન, ટીવીએસ સ્પોર્ટ અને બજાજ પ્લેટિના, ભારતીય બજારમાં ખૂબ વેચાય છે.

નવા નિયમ આવતાની સાથે, આ સુવિધા દરેક બાઇક અને મોટરસાઇકલમાં ઉપલબ્ધ થશે. મોટાભાગના વાહનો 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, તેથી આ ફીચર અકસ્માત ઘટાડવામાં ઘણી મદદ કરશે.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">