Royal Enfield Electric Bike: પૈસા રાખો તૈયાર, આવી રહી છે Royal Enfieldની પહેલી ઇલેક્ટ્રિક બાઇક

|

Oct 16, 2024 | 5:42 PM

રોયલ એનફિલ્ડે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ટીઝર રીલીઝ કર્યું છે, જેમાં કંપનીએ જણાવ્યું છે કે કયા દિવસે રોયલ એનફીલ્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકનું અનાવરણ કરવામાં આવશે. આ વીડિયો ટીઝરમાં બાઇક સાથે પેરાશૂટ ઉડી રહ્યું છે.

Royal Enfield Electric Bike: પૈસા રાખો તૈયાર, આવી રહી છે Royal Enfieldની પહેલી ઇલેક્ટ્રિક બાઇક
Royal Enfield Electric Bike
Image Credit source: Royal Enfield

Follow us on

Royal Enfield એ પણ હવે ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી લીધી છે, કંપનીએ ઈલેક્ટ્રિક બાઈક સાથે માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય બજારમાં 250 થી 750 સીસી સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડની બાઈક ગ્રાહકોમાં ખૂબ જ ફેમસ છે, હવે કંપનીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પ્રથમ રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક મોટરસાયકલ સાથે સંબંધિત ટીઝર શેર કર્યું છે.

રોયલ એનફિલ્ડે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ટીઝર રીલીઝ કર્યું છે જેમાં કંપનીએ જણાવ્યું છે કે કયા દિવસે રોયલ એનફીલ્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકનું અનાવરણ કરવામાં આવશે. આ વીડિયો ટીઝરમાં બાઇક સાથે પેરાશૂટ ઉડી રહ્યું છે, વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ બાઇક આવતા મહિને 4 નવેમ્બર 2024ના રોજ રજૂ કરવામાં આવશે.

Bigg Boss 18 : આ છે 'બિગ બોસ 18'નો સૌથી મોંઘો સ્પર્ધક , જુઓ ફોટો
શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ચાંદની રોશનીમાં મૂકવામાં આવે છે દૂધ પૌંઆ ?
7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ

રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક બાઇક

કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું નામ શું હશે તે અંગે હજુ સસ્પેન્સ છે, પરંતુ કંપનીની આ પ્રથમ બાઇકને ઇટાલીમાં EICMA 2024 ઇવેન્ટ દરમિયાન લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, રોયલ એનફિલ્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકના આગળ અને પાછળના ભાગમાં ફેંડર્સ, ઇન્ડિકેટર્સ, હેડલેમ્પ્સ અને સિગ્નેચર રેટ્રો સ્ટાઇલ લુક આપવામાં આવી શકે છે. સિંગલ સીટ સેટઅપ સાથે આવતી આ બાઇકની ઈલેક્ટ્રિક મોટર અને બેટરી પેકને લગતી માહિતી હજુ સુધી સામે આવી નથી.

આ સિવાય બાઈકમાં એલોય વ્હીલ્સ, રાઉન્ડ મિરર્સ, પાતળા ટાયર અને ગોળાકાર ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ જોવા મળી શકે છે. આ બાઇકને કોડનેમ Electrik01 આપવામાં આવ્યું છે અને આ આવનારી બાઇકને કંપનીના L પ્લેટફોર્મ પર બનાવી શકાય છે. આ ઉપરાંત કંપની આ પ્લેટફોર્મ પર આધારિત તમામ ઇલેક્ટ્રિક adventure tourer વિકસાવવાની પણ તૈયારી કરી રહી છે જેને હિમાલયન ઇલેક્ટ્રિક નામથી લોન્ચ કરી શકાય છે.

Next Article