Electric Scooter : 180 kmની શાનદાર ડ્રાઇવિંગ રેન્જ…લોન્ચ થયું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર

કંપનીના આ લેટેસ્ટ સ્કૂટરનું નામ S1 Lite છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, આ સ્કૂટર તમને સિંગલ ચાર્જમાં કેટલા કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે, આ સિવાય આ સ્કૂટરમાં શું ફીચર્સ આપવામાં આવ્યા છે અને આ સ્કૂટર ખરીદવા માટે તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે.

Electric Scooter : 180 kmની શાનદાર ડ્રાઇવિંગ રેન્જ...લોન્ચ થયું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર
Ivoomi Image Credit source: Ivoomi
Follow Us:
| Updated on: Oct 01, 2024 | 8:38 PM

ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની iVOOMi એ તહેવારોની સિઝન પહેલા ભારતીય બજારમાં ગ્રાહકો માટે એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આ સૌથી સસ્તું છે અને લાંબી ડ્રાઇવિંગ રેન્જ સાથે આવે છે. 1 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ થયેલા આ સ્કૂટરમાં ઘણા ખાસ ફીચર્સ પણ છે.

iVOOMi કંપનીના આ લેટેસ્ટ સ્કૂટરનું નામ S1 Lite છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, આ સ્કૂટર તમને સિંગલ ચાર્જમાં કેટલા કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે, આ સિવાય આ સ્કૂટરમાં શું ફીચર્સ આપવામાં આવ્યા છે અને આ સ્કૂટર ખરીદવા માટે તમારે કેટલા પૈસા ખર્ચવા પડશે.

iVOOMi S1 લાઇટ રેન્જ

તમને આ સ્કૂટર લાઇટવેઇટ ચાર્જર અને IP67 વોટર રેઝિસ્ટન્સ બેટરી સાથે મળશે. આ સ્કૂટરની ટોપ સ્પીડ, જે રિમૂવેબલ બેટરી ઓપ્શનમાં આવે છે, તે 53 kmph છે. ડ્રાઇવિંગ રેન્જ વિશે વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક સ્કૂટર તમને સિંગલ ચાર્જમાં 180 કિલોમીટર સુધી સપોર્ટ કરશે.

7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !

ભારતમાં iVOOMi S1 Lite કિંમત

આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 84,999 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તમને આ સ્કૂટર ફ્લેક્સિબલ EMI વિકલ્પોમાં મળશે, જેનો અર્થ છે કે તમે આ સ્કૂટરને EMI પર પણ ખરીદી શકશો. આ સ્કૂટર iVOOMi ડીલર્સ પાસેથી બુક કરાવી શકાય છે.

iVOOMi ઇલેક્ટ્રિક સ્કૂટરના ફીચર્સ

S1 Lite વેરિયન્ટમાં આપવામાં આવેલા ફીચર્સ વિશે વાત કરીએ તો, આ સ્કૂટર રૂ. 4999માં વૈકલ્પિક સ્માર્ટ ફીચર અપગ્રેડ પણ આપે છે જેમ કે, કોલ-એસએમએસ એલર્ટ, ટર્ન બાય ટર્ન નેવિગેશન.

170mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવતા આ સ્કૂટરમાં 18 લિટરની બૂટ સ્પેસ છે. તમને આ સ્કૂટર 10 ઇંચ અને 12 ઇંચ વ્હીલ ઓપ્શનમાં મળશે. આ સ્કૂટરમાં USB ચાર્જિંગ પોર્ટ, સરળ મોનિટરિંગ માટે LED ડિસ્પ્લે સ્પીડોમીટર, સવાર અને વાહન સુરક્ષા માટે 7 સ્તરની સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">