Car Ho Toh Aisi: 2.9 સેકન્ડમાં મેળવે છે ઝડપ! Maseratiની સુપરકાર MC20, લુક અને ફીચર્સ જોઈ થઈ જશો દિવાના, જુઓ Video

Car Ho Toh Aisi: Maserati MC20 માં કંપનીએ 3.0 લિટર ક્ષમતાના શક્તિશાળી ટ્વીન-ટર્બોચાર્જ્ડ V6 એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ કારમાં બટરફ્લાય ડોર આપવામાં આવ્યા છે અને કારની કેબિન એડવાન્સ ફીચર્સ અને ટેક્નોલોજીથી સજ્જ છે. આ કાર માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 325 કિલોમીટર પ્રતિ કલાક છે.

Car Ho Toh Aisi: 2.9 સેકન્ડમાં મેળવે છે ઝડપ! Maseratiની સુપરકાર MC20, લુક અને ફીચર્સ જોઈ થઈ જશો દિવાના, જુઓ Video
Maserati MC20
Image Credit source: You Tube
| Edited By: | Updated on: Sep 20, 2023 | 9:59 PM

Car Ho Toh Aisi: લક્ઝરી સુપરકારના (Luxurious Car) ફેન્સ માટે સારા સમાચાર છે. ઈટાલીની અગ્રણી સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપની Maseratiએ ભારતીય બજારમાં તેની શક્તિશાળી સુપરકાર Maserati MC20 લોન્ચ કરી હતી. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જીનથી સજ્જ આ પાવરફુલ સુપરકારની શરૂઆતની અંદાજિત કિંમત રૂ. 3.69 કરોડ (એક્સ-શોરૂમ, ભારત) છે. Maserati તેની અદભૂત સ્પોર્ટ્સ કાર માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને અહીંના માર્કેટમાં આ કાર મુખ્યત્વે ફેરારી, પોર્શે અને લેમ્બોર્ગિની જેવી બ્રાન્ડ્સ સાથે સ્પર્ધામાં છે.

અહીં જુઓ વીડિયો

(Video Credit: Supercar Blondie You Tube)

કંપનીએ આ કારમાં 3.0 લીટર ક્ષમતાના શક્તિશાળી ટ્વીન-ટર્બોચાર્જ્ડ V6 એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 630hpનો પાવર અને 730Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 325 કિલોમીટર પ્રતિ કલાક છે.

આ પણ વાંચો: Car Ho Toh Aisi: 16 કરોડની આ સુપર લક્ઝરી કાર, તેના ફીચર્સ જોઈને તમે થઈ જશો હેરાન!, જુઓ Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો