રાજકોટમાં વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજમાં વાહનો લઈને ગયાં અને ઘરે પરત દંડ લઈને આવ્યા
રાજકોટમાં આજે ટ્રાફિક પોલીસે સ્કૂલ અને કોલેજ બહાર ડ્રાઇવિંગ લાઇસન્સની ડ્રાઇવ યોજી હતી. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ વગર લાઇસન્સે વાહન ચલાવતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જૅથી પોલીસે આજે 10 જેટલી ખાનગી સ્કૂલો અને કોલેજો બહાર પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. રાજકોટ શહેરમાં બની રહેલા જીવલેણ અકસ્માતોને રોકવા પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટ શહેરની 10 જેટલી […]
Follow us on
રાજકોટમાં આજે ટ્રાફિક પોલીસે સ્કૂલ અને કોલેજ બહાર ડ્રાઇવિંગ લાઇસન્સની ડ્રાઇવ યોજી હતી. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ વગર લાઇસન્સે વાહન ચલાવતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જૅથી પોલીસે આજે 10 જેટલી ખાનગી સ્કૂલો અને કોલેજો બહાર પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું.
રાજકોટ શહેરમાં બની રહેલા જીવલેણ અકસ્માતોને રોકવા પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટ શહેરની 10 જેટલી કોલેજો અને સ્કૂલોની બહાર પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. 18 વર્ષથી ઓછી ઉંમરનાં વિદ્યાર્થીઓ સ્કુલ અને કોલેજે લાઇસન્સ વગર વાહન ચલાવી આવતા હોવાનું ધ્યાને આવતા પોલીસે આજે ઝુંબેશ હાથ ધરી છે. રાજકોટની નામાંકિત મોદી, ધોળકીયા, સર્વોદય સહિતની 10 જેટલી ખાનગી સ્કૂલોની બહાર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. લાઇસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને આર.ટી.ઓનાં મેમો ફટકારવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓનાં વાલીઓને પોલીસે ફોનથી જાણ કરી હતી અને આર.ટી.ઓમાં મેમો ભરીને વાહન છોડાવી જવા સુચન કર્યું હતું. મહત્વનું છે કે, સ્કુલ અને કોલેજે જતાં વિદ્યાર્થીઓ પાસે લાઇસન્સ નથી હોતા અને ઓવર સ્પીડમાંં વાહનો ચલાવતા હોવાથી જીવલેણ અકસ્માતને અંજામ આપતા હોય છે. ત્યારે આ ઝુંબેશ માત્ર એક દિવસની ન બની રહે અને પોલીસ આ કાર્યવાહી સતત કરતી રહે તો જીવલેણ અકસ્માતો અટકી શકે છે.