મુંબઇ વસતા કચ્છીઓએ 4 વર્ષ બાદ પણ 3 બાળકોના મૃત્યુ મામલે ન્યાય ન મળતા શરૂ કર્યુ આંદોલન

મુંબઇ વસતા કચ્છીઓએ 4 વર્ષ બાદ પણ 3 બાળકોના મૃત્યુ મામલે ન્યાય ન મળતા શરૂ કર્યુ આંદોલન

4 વર્ષ પહેલા પાણીના નાના ખાડામા ડુબીને મૃત્યુ પામેલા 3 કચ્છી બાળકોના મોત મામલે 4 વર્ષે પણ પરિવારે કરેલી માંગ મુજબ તપાસ ન થતા અંતે મૃત્ક બાળકોના પરિવાજનો સમાજ અને મુંબઇ વસ્તા કચ્છીઓએ મુંબઇના આઝાદ ગ્રાઉન્ડમાં આ મામલે લડત શરૂ કરી છે. કચ્છના વાગડ વિસ્તારના ભરીડીયા,સામખીયાળી અને શિકારપુરના મુળ રહેવાસી એવા આ ત્રણે બાળકો વીરાર […]

Jay Dave

| Edited By: Parth_Solanki

Feb 05, 2019 | 4:38 PM

4 વર્ષ પહેલા પાણીના નાના ખાડામા ડુબીને મૃત્યુ પામેલા 3 કચ્છી બાળકોના મોત મામલે 4 વર્ષે પણ પરિવારે કરેલી માંગ મુજબ તપાસ ન થતા અંતે મૃત્ક બાળકોના પરિવાજનો સમાજ અને મુંબઇ વસ્તા કચ્છીઓએ મુંબઇના આઝાદ ગ્રાઉન્ડમાં આ મામલે લડત શરૂ કરી છે. કચ્છના વાગડ વિસ્તારના ભરીડીયા,સામખીયાળી અને શિકારપુરના મુળ રહેવાસી એવા આ ત્રણે બાળકો વીરાર વાગડ ગુરૂકુળમા રહી અભ્યાસ કરતા હતા. જો કે 27-08-2014 ના દિવસે બન્ને બાળકોની શોધખોળ દરમ્યાન તેઓ ગુરૂકુળ પાછળથી પસાર થતી નદીમાંથી મળી આવ્યા હતા.

પરિવારે શંકા વ્યક્ત કરી હતી. કે તેમના કુદરતી મોત નહી પરંતુ તેમની હત્યા કરાઇ છે. પરંતુ 4 વર્ષ બાદ પણ આ મામલે ન્યાયીક તપાસ મુંબઇ પોલિસ પ્રસાશન તરફથી કરાઇ નથી. શરૂઆતમાં આ મામલે ગુરૂકુળના સંચાલકો સામે પોલિસે તપાસ શરૂ કરી હતી. પરંતુ તે અટકી ગઇ હતી. ત્યારે આજે ધોરણ-09માં અભ્યાસ કરતા 14 વર્ષના પ્રાહુલ પટેલ,મીત છાડવા,કુશાલ ડાધાના પરિવારજનો ન્યાય ન મળે ત્યા સુધી ઉપવાસ પર ઉતર્યા હતા.

પરિવાર સાથે અન્ય કચ્છીઓ પણ આ લડતમા જોડાયા હતા અને વાગડ સમાજે મોટી સંખ્યામા વિરોધમા જોડાઇ આ ધટનાને સમર્થન આપ્યુ હતુ. પરિવારજનોએ બાળકોના મૃત્યુ મામલે સી.બી.આઇ તપાસની માંગ કરી છે. આજે મુંબઇ વસ્તા વાગડ સમાજના લોકો મોટી સંખ્યામા આઝાદ મેદાન ખાતે એકઠા થયા હતા તો કચ્છમાંથી પણ વાગડ સમાજના આગેવાન અને ગ્રામજનો મુંબઇ લડતને સમર્થન આપવા માટે ગયા હતા.

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. કે આ મામલે અગાઉ બે શિક્ષકો સામે ફરીયાદ નોંધાઇ હતી પરંતુ તપાસ ઠેરઠેરની ઠેર છે. અને બાળકોના મૃત્યુનુ સાચુ કારણ સામે આવ્યુ નથી ત્યારે જો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલનના વિરોધ થકી ન્યાય નહી મળે તો સમગ્ર કચ્છ સમાજના લોકો ભેગા થઇ ઉગ્ર લડત શરૂ કરી ન્યાય માટેની લડાઇ શરૂ કરશે આજથી શરૂ થયેલા આંદોલન અંગે સમાજના આગેવાનોએ ન્યાય ન મળે ત્યા સુધી લડત ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.

[yop_poll id=1123]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati