JNUમાં નવી એડમિશનની પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓનો હંગામો, VCએ કહ્યું મારા ઘરમાં ઘૂસીને વિદ્યાર્થીઓએ મારી પત્નીને બંધક બનાવી
દિલ્હી ખાતે હંમેશા વિવાદોમાં રહેતી જેએનયુમાં ફરી એક ઘટના બની છે. કોલેજમાં નવી એડમિશન પોલીસીને લઈને કેટલાંક વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે. સાત દિવસથી નવી એડમિશન પોલીસીની વિરુદ્ધમાં અમુક વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેઠા હતા. આજે આ વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સેલરના બંગ્લોઝ સુધી માર્ચ નીકાળી હતી. જાણવા મળી રહ્યું છે વીસીના ઘરમાં જવાને લઈને વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ […]

દિલ્હી ખાતે હંમેશા વિવાદોમાં રહેતી જેએનયુમાં ફરી એક ઘટના બની છે. કોલેજમાં નવી એડમિશન પોલીસીને લઈને કેટલાંક વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે.
સાત દિવસથી નવી એડમિશન પોલીસીની વિરુદ્ધમાં અમુક વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેઠા હતા. આજે આ વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સેલરના બંગ્લોઝ સુધી માર્ચ નીકાળી હતી. જાણવા મળી રહ્યું છે વીસીના ઘરમાં જવાને લઈને વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ ગયી હતી.
આ ઝપાઝપી બાદ વીસીએ પ્રતિક્રિયા આપી કે વિદ્યાર્થીઓ જબરદસ્તી કરીને ઘરમાં ઘૂસી આવ્યા અને તેમની પત્નીને બંધક બનાવી લીધી. કેટલીક ખબરો એવી પણ આવી રહી છે પથ્થરમારાઓની પણ ઘટના બની છે. આ ઘટનાને લઈને જેએનયુના વાઈસ ચાન્સેલરે ટ્વિટ પણ કર્યું છે.
This evening few hundred students forcibly broke into my JNU residence and confined my wife inside home for several hours while I was away in a meeting. Is it the way to protest? Terrorosing a lonely lady at home?
— Mamidala Jagadesh Kumar (@mamidala90) March 25, 2019
આ મામલે દિલ્હી પોલીસે મોરચો સંભાળ્યો છે અને હાલ તેમણે પણ પરિસ્થિતિ થાળે પડી હોવાનું નિવેદન આપ્યું છે.
Delhi Police: There was a call for march till the JNU VC's house today. Students reached his house and tried to enter. They were stopped by the security staff. So far most of the students have gone back to their hostel. Few of them are still there. Situation is under control.
— ANI (@ANI) March 25, 2019
દિલ્હી પોલીસે આ મામલે કહ્યું કે આજે જેએનયુમાં વીસીના બંગલા સુધી માર્ચનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં ઘૂસવાની કોશિશ કરી હતી. સુરક્ષા કર્મચારીઓએ તેમને રોક્યા હતા. હાલ મોટાભાગના વિદ્યાર્થીઓને હોસ્ટેલ પરત મોકલી દેવાયા છે અને તો કેટલાક લોકો ત્યાં જ રોકાયેલા છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. નવી પ્રવેશ પ્રક્રિયાના નિયમને લઈને વિદ્યાર્થીઓ અને કોલેજ પ્રશાસન હાલ આમને-સામને છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]