જાણો CBSEના પેપરની જવાબવહી કેવી રીતે ચકાસવામાં આવે છે

|

May 09, 2019 | 5:48 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ ધોરણ 10 અને 12ના પરિણામ રેકોર્ડ સમયમાં જાહેર કરીને બધાને એક સરપ્રાઈઝ આપી દીધી છે. CBSE દ્વારા રેકોર્ડ સમયની અંદર પરિણામ જાહેર કરવા પાછળ મોટું પ્લાનિંગ હોય છે. 4 એપ્રિલે પરીક્ષા પૂર્ણ થયા પછી 16 દિવસમાં 1.67 કરોડ જવાબવહી તપાસવામાં આવી હતી. બોર્ડે મુલ્યાંકનમાં કોઈ ભૂલ ન થાય તેના માટે […]

જાણો CBSEના પેપરની જવાબવહી કેવી રીતે ચકાસવામાં આવે છે
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ ધોરણ 10 અને 12ના પરિણામ રેકોર્ડ સમયમાં જાહેર કરીને બધાને એક સરપ્રાઈઝ આપી દીધી છે.

CBSE દ્વારા રેકોર્ડ સમયની અંદર પરિણામ જાહેર કરવા પાછળ મોટું પ્લાનિંગ હોય છે. 4 એપ્રિલે પરીક્ષા પૂર્ણ થયા પછી 16 દિવસમાં 1.67 કરોડ જવાબવહી તપાસવામાં આવી હતી. બોર્ડે મુલ્યાંકનમાં કોઈ ભૂલ ન થાય તેના માટે ખુબ તૈયારી કરીને રાખી હતી. દરેક જવાબવહી 12 તપાસ અધિકારીઓ દ્વારા તપાસવમાં આવી હતી.

TV9 Gujarati

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પ્રક્રિયામાં 1.5 લાખથી વધારે તપાસ કરનાર લોકો સામેલ હતા. જેમાં 1.1 લાખ પેપર તપાસ કરનારા લોકો હતા. આ વર્ષે ઈવેલ્યુએશન સેન્ટરમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેની હેઠળ દરેક દિવસે લગભગ 5.6 લાખ જવાબવહીની તપાસ કરવામાં આવતી હતી.

CBSE અધિકારીઓએ જણાવ્યું કે જવાબવહીની તપાસ માટે પહેલી વખત મુલ્યાંકન ચાર્ટ બનાવવામાં આવ્યો હતો. જે દિવસે સોશિયલ સાયન્સ અને ફિઝીકલ એજ્યુકેશનની જવાબવહીનું મુલ્યાંકન કરવામાં આવ્યું, 1.1 લાખ તપાસ કરનારાઓએ એક દિવસમાં 18 લાખ જવાબવહીઓ તપાસી લીધી હતી.

આ પણ વાંચો: જેટ એરવેઝમાં રોકાણ કરવા માટે મળી પહેલી ઓફર

CBSEના અધિકારીઓ મુજબ કેન્દ્રીય ઇવેલ્યુએશન સેન્ટરનું નેતૃત્વ ચીફ નોડલ સુપરવાઈઝર (CNS) કરી રહ્યાં હતા. દરેક CNSની નીચે હેડ પરીક્ષક હતા. દરેક હેડ પરીક્ષક જે કોઈ ખાસ વિષયના નિષ્ણાંત હતા.

તેમને કોઈ ખાસ પેપરના મૂલ્યાંકનની જવાબદારી આપવામાં આવી હતી. દરેક હેડ પરીક્ષકની નીચે 4 આસિસ્ટન્ટ પરીક્ષક હતા. જેમાં એક કો-ઓડિનેટર હતા. દરેક હેડ પરીક્ષકની નીચે 4 તપાસ કરનાર હતા અને દરેકને 25 જવાબવહીઓ તપાસ કરવા માટે આપવામાં આવતી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article