ખુશખબરી! ઓનલાઈન ખરીદીથી જોડાયેલી તમારી મુશ્કેલીઓ થશે દુર, નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે સરકાર

|

Jun 05, 2019 | 5:19 AM

જો તમે ઓનલાઈન ખરીદી કરો છો અને તેમને તેમાં મુશ્કેલી પડી રહી છે તો હવે તેની ચિંતા કરવાનું છોડી દો, કારણ કે ઓનલાઈન ખરીદીને લઈને બધી જ મુશ્કેલીઓ દુર થવાની છે. ઓનલાઈન ખરીદી પર ગ્રાહકોને પૈસા રિફંડ મેળવવા માટે અને પ્રોડક્ટસને રિટર્ન કે એક્સચેન્જ કરવા જેવી મુશ્કેલીઓથી છુટકારો મળવાનો છે. સરકાર ઓનલાઈન ખરીદી પર જલ્દી […]

ખુશખબરી! ઓનલાઈન ખરીદીથી જોડાયેલી તમારી મુશ્કેલીઓ થશે દુર, નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે સરકાર

Follow us on

જો તમે ઓનલાઈન ખરીદી કરો છો અને તેમને તેમાં મુશ્કેલી પડી રહી છે તો હવે તેની ચિંતા કરવાનું છોડી દો, કારણ કે ઓનલાઈન ખરીદીને લઈને બધી જ મુશ્કેલીઓ દુર થવાની છે. ઓનલાઈન ખરીદી પર ગ્રાહકોને પૈસા રિફંડ મેળવવા માટે અને પ્રોડક્ટસને રિટર્ન કે એક્સચેન્જ કરવા જેવી મુશ્કેલીઓથી છુટકારો મળવાનો છે.

સરકાર ઓનલાઈન ખરીદી પર જલ્દી જ ગાઈડલાઈન્સ લાવવા જઈ રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ગાઈડલાઈન્સ દ્વારા સરકાર ગ્રાહકોને રાહત આપી શકે છે. તેની સાથે જ કન્ઝયુમર અફેયર્સ મિનિસ્ટ્રીનું ફોકસ કન્ઝયુમર ફોરમને આધુનિકીકરણ કરવાનું પણ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

TV9 Gujarati

 

સુત્રો મુજબ ઓનલાઈન ખરીદીને લઈને સરકારે 100 દિવસમાં નવી ગાઈડલાઈન્સ બાહર પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારે 100 દિવસનો એજન્ડા તૈયાર કર્યો છે. ડ્રાફ્ટ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કન્ઝયુમર અફેયર્સના સચિવ અવિનાશ શ્રીવાસ્તવ મુજબ ઓનલાઈન ખરીદી માટે આવનારી નવી ગાઈડલાઈન્સથી રિટર્ન, એક્સચેન્જ અને રિફંડમાં પારદર્શિતા આવશે. આ ગાઈડલાઈન્સ કન્ઝયુમરને ઈ-કોમર્સ કંપનીઓની છેતરપિંડીથી બચાવશે.

આ પણ વાંચો: અમદાવાદ VS હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી, નર્સે બાળકીના ડાબા હાથની પટ્ટીને કાપવા જતાં અંગુઠાનો ઉપરનો ભાગ કાપી નાખ્યો, જુઓ VIDEO

NDA સરકારે તેમના પ્રથમ કાર્યકાળમાં ઓનલાઈન ખરીદીમાં ગ્રાહકને રાહત આપવા માટે રેગ્યુલેટર બનાવવાની વાત કરી હતી. ઘણી ફરિયાદો આવ્યા પછી સરકારે કહ્યું હતું કે ખરાબ પ્રોડક્ટની જવાબદારી પણ હવે ઓનલાઈન કંપનીઓને લેવી પડશે અને તે ગ્રાહકની ભૂલ જણાવીને બચી શકશે નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article