અમદાવાદના આ 4 વર્ષના બાળકનું રેકોર્ડ બ્રેકિંગ નોલેજ, ઈન્ડિયા બુક ઓફ રેકોડર્સમાં બનાવ્યું સ્થાન

|

Jan 16, 2021 | 3:29 PM

અમદાવાદના નરોડા ખાતે રહેતા પ્રથમ અંકિતકુમાર ભટ્ટના માતા-પિતાનો દાવો છે કે પ્રથમ ભારતનો એકમાત્ર એવો બાળક છે જે આટલી નાની ઉંમરમાં 1 થી 40 સુધીના ઘડિયા મોઢે બોલે છે અને એના માટે “Maximum multiplication tables recited by a kid”નો રેકોર્ડ પ્રથમે બનાયો છે. જેના માટે પ્રથમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી મેડલ સર્ટિફિકેટ મળ્યા છે […]

અમદાવાદના આ 4 વર્ષના બાળકનું રેકોર્ડ બ્રેકિંગ નોલેજ, ઈન્ડિયા બુક ઓફ રેકોડર્સમાં બનાવ્યું સ્થાન

Follow us on

અમદાવાદના નરોડા ખાતે રહેતા પ્રથમ અંકિતકુમાર ભટ્ટના માતા-પિતાનો દાવો છે કે પ્રથમ ભારતનો એકમાત્ર એવો બાળક છે જે આટલી નાની ઉંમરમાં 1 થી 40 સુધીના ઘડિયા મોઢે બોલે છે અને એના માટે “Maximum multiplication tables recited by a kid”નો રેકોર્ડ પ્રથમે બનાયો છે. જેના માટે પ્રથમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી મેડલ સર્ટિફિકેટ મળ્યા છે અને જે બીજો રેકોર્ડ છે એ છે “આટલી નાની ઉંમરમાં પ્રથમ 206 દેશના ધ્વજ ઓળખી બતાવે છે”. દુનિયાના નકશામાં 81 દેશો  ઓળખી બતાવે છે, ઈન્ડિયાના બધા રાજ્યો નકશામાં બતાવે અને બધા રાજ્યની  રાજધાની પણ જણાવી દે છે, 25 ટ્રાફિક ચિન્હો, 25 સ્વાતંત્ર સેનાની ઓળખી બતાવે છે અને 159 દેશોની રાજધાની, 135 શબ્દોના સ્પેલિંગ્સ, રાષ્ટગીત, 9 શ્લોક અને 16 રાષ્ટ્રીય ચિન્હો પણ જણાવી દે છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઉંમરમાં આટલી બધી વસ્તુઓ જાણતો હોવાના લીધે એને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી “એપ્રીશિએશન” પણ મળ્યું છે. આ રેકોર્ડમાં જે વિગતો છે એના સિવાય પ્રથમને આવર્ત કોષ્ટક/પિરીયોડીક ટેબલ(સાયન્ટિફિક એલિમેન્ટ્સ), ઈંગ્લિશ રીડિંગ, 35 દેશોના ચલણ, 100+ સામાન્ય જ્ઞાનના સવાલોના જવાબ, સૂર્ય મંડળ વિશે તેમજ બીજું પણ ઘણું બધું આવડે છે. પ્રથમે 2 વર્ષની ઉંમરથી આ બધું શીખવાનું શરુ કર્યું. ABCD, animals, numbers જેવી સામાન્ય વસ્તુઓ શીખ્યા પછી પ્રથમને દુનિયાનો નકશો શીખવાડ્યો અને 2.5 વર્ષનો થયો એ પહેલા જ એ 50 દેશો દુનિયાના નકશામાં ઓળખી બતાવતો હતો. પ્રથમની આ લર્નિંગ કેપેસિટી જોઈ માતા પિતાએ એને બીજું બધું પણ શીખવાડવાનું શરુ કર્યું. 12થી 40 સુધીના ઘડિયા એ ફકત દોઢ મહિનામાં શીખી ગયો. પ્રથમને કોઈ પણ નવી વસ્તુ શીખવામાં ખુબ જ રસ છે. એ સામેથી બધું પૂછી પૂછીને પણ શીખતો રે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રથમના મમ્મી પપ્પા બંને સોફ્ટવેર એન્જીનીયર છે પણ તેની માતાએ પ્રથમના જન્મ પછી પોતાની નોકરી છોડી દીધી, અત્યારે ન્યૂક્લિયર ફેમિલીમાં રહે છે. આ બધું શીખવા માટે કોઈ એક્સ્ટ્રા ક્લાસ નથી કર્યા બધું ઘરમાં જ શીખ્યો છે. મમ્મી પપ્પાએ કહ્યું કે ”અમે દીવાલ પર ચાર્ટ્સ લગાડી દીધા છે અને પ્રથમને રમતા રમતા જ  બધું શીખવાડી દઈએ છીએ. ભણવા માટે કોઈ એવો ફિક્સ ટાઈમ નથી. એક્ચુલી ભણાવતા જ નથી બસ રમાડતા રમાડતા જ એને બધું શીખવી દીધું છે ખાસ કરી રાતે સુતા પહેલા લોરીની જેમ ઘડિયા ગાઈને એને શીખવાડ્યા છે અને આ બધું શીખવાડતી વખતે બિલકુલ ખબર નબતી કે આ રીતે રેકોર્ડ્સ જેઉ કંઈક હોય છે. અમે તો બસ એમ જ શીખવાડતા હતા પણ પ્રથમનું જ્ઞાન જોઈ બધા પુછાતા હતા કે કઈ રીતે શીખવાડ્યું તો એના માટે અમે એક યુટ્યુબ ચેનલ(Genius pratham and mom) ચાલુ કરી કે જેનાથી બીજા પેરેન્ટ્સને પણ જણાવી શકીયે કે બાળકને કઈ રીતે રમતા રમતા શીખવાડી શકાય.”

પછી ખબર પડી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ વિશે તો અમે એમાં ઓનલાઈન એપ્લાય કર્યું. એ લોકો એ જ વીડિયો પ્રૂફ માંગ્યા એ આપ્યા અને એમના ડેટા પ્રમાણે એમને લાગ્યું કે આ એક રેકોર્ડ બ્રેકીંગ નોલેજ છે. પ્રથમે હજુ સ્કૂલમાં તો પગ મુક્યો જ નથી કોરોનાના લીધે બસ ઓનલાઈન ક્લાસ ચાલુ છે. પ્રથમના ટીચર ને ગર્વ છે કે પ્રથમ એમના ક્લાસમાં છે, એમનું કેહવું છે કે આ તો “human computer”છે. પ્રથમના માતા-પિતાને એવી આશા છે કે એ એશિયા લેવલે અને વર્લ્ડ લેવલે પણ તેમનું નામ રોશન કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:45 pm, Mon, 21 September 20

Next Article