S.G.હાઈવે પર સવારના પહોરમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો, આખરે કેમ આ લોકો વૃક્ષોને ચીપકીને ઉભા રહી ગયા, જુઓ VIDEO
અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આજે સવારે અનોખા દ્રશ્યો સર્જાયા. એસ.જી.હાઈવે પરથી પસાર થનારા લોકો કુતૂલહલવશ આ દ્રશ્યો જોવા પણ ઉભા રહ્યાં. એસ જી હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકોએ સવારે અચાનક જોયું કે રસ્તાની સાઈડ પર આવેલા વૃક્ષો કપાઈ રહ્યાં છે. પરંતુ અચાનક જ કેટલાંક લોકો ત્યાં પહોંચી ગયા. આ લોકો હતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના […]
અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આજે સવારે અનોખા દ્રશ્યો સર્જાયા. એસ.જી.હાઈવે પરથી પસાર થનારા લોકો કુતૂલહલવશ આ દ્રશ્યો જોવા પણ ઉભા રહ્યાં.
એસ જી હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકોએ સવારે અચાનક જોયું કે રસ્તાની સાઈડ પર આવેલા વૃક્ષો કપાઈ રહ્યાં છે. પરંતુ અચાનક જ કેટલાંક લોકો ત્યાં પહોંચી ગયા. આ લોકો હતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કાર્યકરો. આ કાર્યકરોએ ત્યાં પહોંચીને ચિપકો મૂનમેન્ટ શરૂ કરી દીધી. દરેક કાર્યકર અલગ અલગ વૃક્ષને પકડીને ઉભા રહી ગયા. સાથે જ હાથમાં બેનર્સ પકડીને ઉભા રહ્યાં. અને વૃક્ષો કાપતા લોકોને ત્યાં જ અટકાવી દીધા.
સ્નાન કર્યા વગર ભોજન બનાવવું જોઈએ કે નહીં ? જાણો વાસ્તુનો નિયમ
ગૂગલ પર શું સર્ચ ના કરવું જોઈએ? આ જાણી લેજો નહીં તો જેલની હવા ખાવી પડશે
આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
S.G.હાઈવે પર કપાઈ રહ્યાં હતાં વૃક્ષો, અચાનક પહોંચ્યા યુવાનો અને વૃક્ષોને કપાતા અટકાવાયા, જાણો સમગ્ર ઘટના હાર્દિક ભટ્ટ પાસેથીHardik Bhatt #Gujarat #TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, १२ फेब्रुवारी, २०१९
તપાસ કરતા માલૂમ પડ્યું કે જે એસ જી હાઈવે પર અડાલજ કેનાલ પાસે જે લોકો વૃક્ષો કાપી રહ્યાં હતાં તે લોકોને સરકાર દ્વારા જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અમદાવાદ-ગાંધીનગર હાઈવે 6 લૅન કરાઈ રહ્યો છે જેના ભાગરૂપે આ કામગીરી ચાલી રહી હતી. જોકે આ ઘટના થતાં જ પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ અહીં પહોંચી ગયા. અને હાલ આ વૃક્ષો કાપવાની કામગીરી બંધ કરવામાં આવી છે.