લગ્ન બાદ દુલ્હા સાથે ગાડીમાં બેસી સાસરિયે જવાના બદલે પોરબંદરની આ યુવતીએ હાથમાં લીધો ‘સાવરણો’
સામાન્ય રીતે લગ્ન બાદ જ્યારે દુલ્હનની વિદાય ત્યારબાદ દુલ્હન ગાડીમાં બેસી પોતાના દુલ્હા સાથે સાસરિયે પહોંચે. પરંતુ પોરબંદરની આ દુલ્હન કંઈક અલગ છે. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ સાસરિયાએ જવાના બદલે તેણે હાથમાં સાવરણો લીધો અને કરવા લાગી સફાઈ. તમામ રીતિરિવાજો પ્રમાણે લગ્ન તો કરાયા પરંતુ ત્યારબાદ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું. લગ્નમાં […]

સામાન્ય રીતે લગ્ન બાદ જ્યારે દુલ્હનની વિદાય ત્યારબાદ દુલ્હન ગાડીમાં બેસી પોતાના દુલ્હા સાથે સાસરિયે પહોંચે. પરંતુ પોરબંદરની આ દુલ્હન કંઈક અલગ છે.
લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ સાસરિયાએ જવાના બદલે તેણે હાથમાં સાવરણો લીધો અને કરવા લાગી સફાઈ. તમામ રીતિરિવાજો પ્રમાણે લગ્ન તો કરાયા પરંતુ ત્યારબાદ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું.
લગ્નમાં સામાન્ય રીતે લગ્નગીતો ગવાય પરંતુ પોરબંદરની નીતા ચાવડા નામની યવતીએ પોતાના લગ્ન બાદ સફાઈ અભિયાન હાથ ધર્યું અને ત્યાં હાજર સૌને સ્વાચ્છતા અભિયાનના સંદેશને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો.
નીતાના લગ્ન શુક્રવારે ભાણવડના વિશાલ છાયા સાથે હતા. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થતાં દુલ્હા-દુલ્હન અને જાનૈયાઓ સફાઈમાં જોડાયા. લગ્ન પ્રસંગે ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. સાથે જ સૌ કોઈએ શપથ પણ લીધા.
દુલ્હા-દુલ્હનનું કહેવું છે કે જ્યારે સ્વસ્થ અને સ્વચ્છ ભારત માટે સરકાર આટલું બધું કરી શકતી હોય તો ગાંધીભૂમિમાં જન્મેલી એક દીકરી તો આટલું કરી જ શકે.
[yop_poll id=1271]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]