AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ

દક્ષિણ ગુજરાતમાં વડોદરા, તાપી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દાહોદ અને પંચમહાલમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતઅમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં પણ વરસાદની આગાહી છે.

રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ
Rain Forecast
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2023 | 11:13 PM
Share

રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તો હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં વડોદરા, તાપી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દાહોદ અને પંચમહાલમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતઅમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં પણ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

માવઠાએ વેર્યો વિનાશ

તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે એટલે કે 26 નવેમ્બરે વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તો શહેરમાં રહેતા લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. કેટલીક જગ્યાએ કરા પડ્યા છે, તો ક્યાંક પાણી ભરાવા અને વૃક્ષો પડી ગયાની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત વીજળી ગુલ થવાની પણ ઘટનાઓ સામે આવી હતી.

આ પણ વાંચો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભરશિયાળે છવાયો વરસાદી માહોલ, કમોસમી વરસાદને કારણે રવિપાકને નુકસાનની ભીતિ- વીડિયો

શિયાળામાં જ્યારે રવિપાકને લઈને ખેડૂતોએ મોટી અપેક્ષા હતી, પરંતુ માવઠું આ અપેક્ષા પર પાણી ફેરવી દે તેવી સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં પાકને ભારે નુકસાન છે. તો કેશોદમાં તુવેરના છોડ ઢળી પડ્યા છે. મહેસાણાની કડી APMCમાં મોટા પ્રમાણમાં જણસી પલળી છે. તો ગોંડલ યાર્ડમાં પણ કપાસ, ડુંગળી, મરચાંનો માલ પલળ્યો છે. સુરતના ઓલપાડમાં તબેલા જમીનદોસ્ત થયા છે, અને ઘાસચારો પલળી જતાં પશુપાલકોને ભારે નુકસાન થયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">