
દેશભરમાં પ્રચંડ ગરમી વચ્ચે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણપશ્ચિમ ચોમાસુ આ વર્ષે સામાન્ય સમય કરતાં વહેલું સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, 16 મે, 2026ના રોજ ચોમાસાએ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સત્તાવાર એન્ટ્રી કરી દીધી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું અનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. હાલ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના મોટા ભાગ, સમગ્ર નિકોબાર ટાપુઓ તેમજ શ્રી વિજયપુરમ સહિત આંદામાન ટાપુઓના વિસ્તારોમાં ચોમાસું સક્રિય બન્યું છે.
️ Southwest Monsoon Update 2026 ️
The Southwest Monsoon has officially advanced into parts of the southeast Arabian Sea, southwest & southeast Bay of Bengal, many parts of the Andaman Sea, entire Nicobar Islands and parts of the Andaman Islands including Sri Vijaya Puram on 16… pic.twitter.com/zZI7ZEW5G1
— India Meteorological Department (@Indiametdept) May 16, 2026
સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસું દર વર્ષે 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે, પરંતુ આ વર્ષે ચોમાસાની ગતિને જોતા તે લગભગ 6 દિવસ વહેલું એટલે કે 26 મે સુધી કેરળના દરિયાકાંઠે પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હંમેશા કેરળમાં ચોમાસુ પ્રવેશ કરવાના થોડા દિવસમાં ગુજરાતમાં પણ તે પ્રવેશ કરે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાના આગમનની સંભાવિત તારીખ 26 મે છે, જોકે તે ચાર દિવસ વહેલું અથવા ચાર દિવસ મોડું પણ આવી શકે છે.
ચોમાસાની વહેલી એન્ટ્રીના સમાચારથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિ ક્ષેત્ર માટે સમયસર વરસાદ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. વહેલા ચોમાસાથી ખેતીની તૈયારી, વાવણી અને પાણીની ઉપલબ્ધિમાં ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, ગયા વર્ષે ચોમાસું 24 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું. આ વર્ષે પણ ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું આવવાની શક્યતા હોવાથી કૃષિ, પાણી વ્યવસ્થાપન અને હવામાન નિષ્ણાતો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દેશભરના લોકો હવે ગરમીમાંથી રાહત અને વરસાદી માહોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો- Breaking News : ગરમી તો ઠીક, આ બફારાનું શું કરવું? સાયક્લોનિક સર્ક્યુલેશને ગુજરાતવાસીઓનો પરસેવો છોડાવ્યો! જુઓ Video
Published On - 9:51 am, Mon, 18 May 26