Gujarati Video : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા
અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ પાટણ, મહેસાણા, તાપી, ડાંગ, નવસારીમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચો :Gujarati Video : બોટાદમાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, જગતનો તાત ચિંતામા
તો અમદાવાદમાં આજે પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. આજે વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
બોટાદ જિલ્લામાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ
બોટાદ જિલ્લામાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ઉનાળા પહેલા જ બોટાદમાં ચોમાસા જેવો માહોલ છવાયો ગયો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ છે.