Gujarat Weather : રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે કચ્છ, ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

|

May 05, 2023 | 6:30 AM

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો જાણો આજે તમારા જિલ્લામાં કેવુ વાતાવરણ રહેશે.

Gujarat Weather : રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે કચ્છ, ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
Gujarat weather update

Follow us on

હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરા કોર્પોરેશનનું યલો ફીવર રસીકરણ કેન્દ્ર બંધ થવાના આરે, લોકોને ધક્કા ખાવાનો વારો

આજે શુક્રવારે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 47% રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 47% રહેશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે 48% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 37 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 રહેશે.

છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 36 રહેશે તો ન્યૂનતમ તાપમાન 27 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અને 65% ભેજવાળુ વાતાવરણ રહેશે.

તો આજે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 26 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 36 રહેશે

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 35 રહેશે અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 25 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 34 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 55 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે 66% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article