
આગામી 72 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે રહેશે. આગામી 48 કલાક તો દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર રેડ એલર્ટ છે. એટલે 7થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. સાથે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ છે. એટલે આગામી કલાકો ગુજરાતમાં મુશળધાર વરસાદ યથાવત્ રહી શકે છે. ત્યારે ચાલો જાણીયે હવામાન વિભાગની સૌથી નવી આગાહી.
સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય થઇ જાય છે, પરંતુ આ વર્ષે તો લાગે છે કે મેઘરાજા છેલ્લી ઇનિંગ સુધી ભારે તરખાટ મચાવવાની તૈયારીમાં છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.નવસારી, સુરત સહિત અને જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ થયો છે.
આગામી 48 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં મુશળધારનું રેડ એલર્ટ છે. એટલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. જે ધીમે ધીમે નબળું પડીને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ આંતરિક ઓડિશા પર બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે ધીમે ધીમે નબળું પડીને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ છે.
નવરાત્રિમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એક્ટિવ થયા અને બે જિલ્લામાં ધડબડાટી બોલાવી દીધી. રવિવારે નવસારી, વલસાડ અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યુ હતું. અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું.
આ તરફ અંબાલાલ પટેલની આગાહી છે કે 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. આગામી કલાકોમાં અનેક જિલ્લાઓમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની જ આગાહી છે. આમ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મુશળધારની આગાહી છે. આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જ જોવા મળશે.
Published On - 9:47 am, Mon, 29 September 25