Breaking News : ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર, કચ્છમાં રેડ એલર્ટ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર જોવા મળશે, જેમાં કચ્છ માટે રેડ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં હજુ પણ 10% વરસાદની ઘટ છે, જોકે તાજેતરના રાઉન્ડથી થોડી રાહત મળી છે.

Breaking News : ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર, કચ્છમાં રેડ એલર્ટ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ
| Updated on: Sep 15, 2026 | 9:31 PM

ગુજરાતમાં વરસાદી માહોલ હાલ પણ યથાવત છે અને આગામી 24 કલાક રાજ્યના કેટલાક ભાગો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ પ્રભાવિત થશે. કચ્છ માટે તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આગામી કલાકોમાં અહીં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જે સૂચવે છે કે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

છેલ્લા 48 કલાકથી ગુજરાતના વિવિધ પ્રદેશોમાં મેઘમહેર જોવા મળી રહી છે. શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ કચ્છ અને દ્વારકાના વિસ્તારો પરથી પસાર થઈ રહી છે, જેના કારણે આ બે જિલ્લાઓમાં વરસાદનો સૌથી વધુ કહેર જોવા મળી શકે છે. મહત્વની વાત એ છે કે, આ બંને જિલ્લાઓમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ નવા રાઉન્ડથી તેમની વરસાદની અછત થોડી હળવી થવાની શક્યતા છે, જોકે સંપૂર્ણ રાહત મળી નથી.

રાજ્યમાં હજુ પણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં જોઇએ તો, 1 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં 597 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળામાં 663 મિલીમીટર વરસાદ થવો જોઈએ. આથી, ગુજરાત રાજ્યમાં હજુ પણ સરેરાશ 10% વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા પ્રદેશોમાં આ ઘટ 25% જેટલી ઊંચી જોવા મળી છે.

આ વર્ષે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ્સને કારણે ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે, પરંતુ અરબી સમુદ્રમાંથી કોઈ સક્રિય સિસ્ટમ આવી નથી. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ હજુ પણ વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે. તાજેતરના વરસાદથી આ અછત કંઈક અંશે ઓછી થઈ છે, પરંતુ તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય નથી.

બીજી તરફ, દેશમાંથી ચોમાસાની વિદાયનો સમય પણ નજીક આવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શરૂઆત થઈ શકે છે. ચોમાસાની વિદાય માટે હવામાનની સ્થિતિ અનુકૂળ બની રહી છે. વિદાયની શરૂઆત પહેલા, 18 સપ્ટેમ્બર સુધી પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે, જ્યારે 19 અને 20 સપ્ટેમ્બરે ત્યાં મુખ્યત્વે સૂકું હવામાન રહેવાની આગાહી છે. પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસું પાછું ખેંચાયા બાદ ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના અન્ય વિસ્તારોમાંથી પણ વિદાય લેશે.

જોકે, ચોમાસાની વિદાય શરૂ થાય એટલે દેશભરમાં તરત વરસાદ બંધ થઈ જશે એવું નથી. ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના માપદંડ મુજબ, ચોમાસાની વિદાય માટે સતત પાંચ દિવસ વરસાદી પ્રવૃત્તિમાં ઘટાડો થવો, નીચલા વાતાવરણમાં એન્ટિ-સાયક્લોન (પ્રતિ-ચક્રવાત) ની સ્થાપના થવી અને ભેજમાં નોંધપાત્ર ઘટાડો થવો જેવી સ્થિતિઓ જરૂરી છે. આ માપદંડો પૂર્ણ થયા બાદ જ ચોમાસાની સત્તાવાર વિદાય માનવામાં આવે છે. અત્યાર સુધી રાજ્યમાં 84.69% વરસાદ વરસી ગયો છે, એટલે કે સામાન્ય વરસાદ કરતાં હજુ 16% વરસાદની ઘટ પ્રવર્તે છે.

UPI પેમેન્ટ હવે ફ્રી નહીં? ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર શું બદલાશે, જાણો A ટુ Z માહિતી

Follow Us
Loading...
Unable to load recommendations.