Gujarat Rain Update: સતત ત્રીજા દિવસે રાજ્યમાં મેઘમહેર, 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, જુઓ Video

હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના 7 તાલુકાઓમાં 1 ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ વરસતા નદી-નાળા અને તળાવોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે.

Gujarat Rain Update: સતત ત્રીજા દિવસે રાજ્યમાં મેઘમહેર, 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, જુઓ Video
| Edited By: | Updated on: Jun 20, 2026 | 11:37 AM

ગુજરાતમાં ચોમાસું હવે ધીમે-ધીમે જોર પકડી રહ્યું છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ મહેર વરસાવતા અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 52 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

7 તાલુકામાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ

હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના 7 તાલુકાઓમાં 1 ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ વરસતા નદી-નાળા અને તળાવોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે.

ખેડાના ગળતેશ્વરમાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં નોંધાયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 2.91 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. કાલોલ તાલુકામાં 2.52 ઇંચ જ્યારે ગોધરા તાલુકામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

છોટાઉદેપુર અને પંચમહાલમાં પણ સારો વરસાદ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પંચમહાલના મોરવાહડફમાં 1.89 ઇંચ અને ઘોઘંબામાં 1.69 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.

અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નર્મદાના તિલકવાડા અને દાહોદ જિલ્લામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

  • ગળતેશ્વર – 2.91 ઇંચ
  • કાલોલ – 2.52 ઇંચ
  • ગોધરા – 2.48 ઇંચ
  • બોડેલી – 2.20 ઇંચ
  • મોરવાહડફ – 1.89 ઇંચ
  • ઘોઘંબા – 1.69 ઇંચ
  • ડેસર – 1.30 ઇંચ
  • તિલકવાડા – 1.00 ઇંચ
  • દાહોદ – 1.00 ઇંચ

ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડાંગર, કપાસ, મગફળી અને અન્ય ખરીફ પાકોના વાવેતર માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- Rajkot Breaking News: શાપર વેરાવળમાં કરોડોની લૂંટ, 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી આયોજનબદ્ધ રીતે ઘટનાને અપાયો અંજામ

Published On - 10:49 am, Sat, 20 June 26

Follow Us