થોડા સમય પહેલા ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી હતી. જેમણે ગુજરાત સહિત અનેક રાજ્યને હચમચાવી નાંખ્યું હતુ. કારણ કે, ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડે અનેક લોકોનો જીવ લીધો હતો. ત્યારે સવાલ એક જ થાય છે કે, દારુબંધી વચ્ચે આટલા મોટા પ્રમાણમાં દારુની હેરાફેરી કઈ રીતે થઈ રહી છે. રાજકોટના માલિયાસણ પાસે અકસ્માત થતા દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.
અજાણ્યા કારણોસર કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ કારમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાર ચાલકને શોધવા કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ દારુ ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો. અને દારુના જથ્થાને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો. તેને લઈ હાલ તપાસ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ ભાવનગરમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો હતો.વરતેજ પોલીસ મથકમાં 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 13 હતો. એક બાજુ ગુજરાતમાં દારુ બંધી હોવા છતાં દારુની બનાવવાની ફેક્ટરીઓ તો કેટલીક વખત દારુની હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આ વચ્ચે જાણે પોલીસ ઊંઘતી હોય તેવું સામે આવે છે.