Breaking News : 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસે જ ગુજરાતમાં પડશે આકરી ગરમી, અમદાવાદના 76 વિસ્તારો હોટસ્પોટ જાહેર
ગુજરાતમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજનો મહાસંગ્રામ યોજવાનો છે. બધા જ પક્ષ ઇચ્છતા હોય છે કે આ દિવસે વધુમાં વધુ મતદારો મત આપવા આવે જેની તેમની પાર્ટીને વધુ મત મળે અને તે જીતી શકે. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે એટલે કે 26 એપ્રિલના રોજ જ ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજનો મહાસંગ્રામ યોજવાનો છે. બધા જ પક્ષ ઇચ્છતા હોય છે કે આ દિવસે વધુમાં વધુ મતદારો મત આપવા આવે જેની તેમની પાર્ટીને વધુ મત મળે અને તે જીતી શકે. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે એટલે કે 26 એપ્રિલના રોજ જ ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે તેની અસર મતદાન ઉપર થવાની પણ શક્યતા છે.
મતદાનના દિવસે અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા
રાજ્યમાં 26 એપ્રિલે હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે એ જ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. મતદાનના દિવસે અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 25થી 27 એપ્રિલ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ શહેરના 76 વિસ્તારોને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ હવામાન પર જોવા મળી શકે છે.
આ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. રાજકોટ 41.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું છે, જ્યારે અમદાવાદ, અમરેલી અને ગાંધીનગરમાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. ગરમીની અસર મતદાન પ્રક્રિયા પર પણ પડી શકે છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જોકે ભારે ગરમીમાંથી તાત્કાલિક રાહત મળવાની સંભાવના ઓછી છે.
અમદાવાદ શહેરમાં આગામી સાત દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 27 એપ્રિલ સુધી તાપમાન 43 ડિગ્રી સુધી રહેવાની આગાહી છે. સેટેલાઈટ ડેટા અને AI ટેકનોલોજીના આધારે શહેરના 76 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોની સુવિધા માટે AMC દ્વારા QR કોડ આધારિત માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનના અનેક વિસ્તારોમાં હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં લોકો ને ગરમીથી બચવા ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.