યો યો હની સિંહે મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો, 5 કલાકમાં જ સોંગને ‘2 મિલિયન વ્યૂઝ’ મળ્યા – જુઓ Video

યો યો હની સિંહે મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો, 5 કલાકમાં જ સોંગને ‘2 મિલિયન વ્યૂઝ’ મળ્યા – જુઓ Video

| Updated on: Aug 08, 2025 | 7:02 PM

યો યો હની સિંહે એક નવો મ્યુઝિક વીડિયો 'વન થાઉઝન્ડ માઈલ્સ' રિલીઝ કર્યો છે. આ વીડિયોએ યુટ્યુબ પર ધૂમ મચાવી છે અને હાલમાં ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.

યો યો હની સિંહે ટી-સિરીઝ સાથે મળીને એક જોરદાર સોંગ રિલીઝ કર્યું છે. યુટ્યુબ પર મ્યુઝિક લેબલે પોસ્ટ કર્યું, “યો યો હની સિંહના આલ્બમ ‘દેસી કલાકાર’માંથી ‘વન થાઉઝન્ડ માઈલ્સ’નો ઓફિશિયલ વીડિયો હવે ઉપલબ્ધ છે.”  જણાવી દઈએ કે, આ સોંગને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

નવા ટ્રેકમાં હની સિંહ અને અભિનેત્રી મેન્ડી તખર સાથે જોવા મળી રહ્યા છે. હની સિંહ અને લિલ ગોલુએ લિરિક્સ લખ્યા છે. આ મ્યુઝિક વીડિયોનું ડાયરેક્શન મિહિર ગુલાટી દ્વારા કરવામાં આવ્યું છે. રિલીઝ થયાના પહેલા 5 કલાકમાં જ સોંગને લગભગ 2 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

આ ગીત મૂળરૂપે વર્ષ 2014માં આવ્યું હતું.  ફેન્સે આના વીડિયો માટે 11 વર્ષ રાહ જોઈ, જેમાં હની સિંહ લેમ્બોર્ગિની ચલાવીને પોતાની પ્રેમિકાને મળવા જાય છે. જણાવી દઈએ કે, આ સોંગ યુટ્યુબના ‘Charts for Trending music’માં જોવા મળી રહ્યું છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો