બોટાદ: ધોધમાર વરસાદના પાણીમાં રીક્ષા તણાઈ, વીડિયો થયો વાયરલ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે ધોધમાર વરસાદમાં રીક્ષા તણાઈ હતી. ભીમડાદ ગામે રામજી મંદિર વિસ્તારનો વીડિયો હોવાનું જાણવા મળ્યું હતું. ગામના સ્થાનિકોએ રીક્ષા બહાર કાઢી હતી. જો કે ભીમડાદ ગામે બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે ધોધમાર વરસાદમાં રીક્ષા તણાઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો છે. ગઈ કાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધીમોથી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે ગઢડામાં રીક્ષા તણાવાનો વીડિયો વાયરલ થયો હતો.
મહત્વનું છે કે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે રામજી મંદિર વિસ્તારનો વીડિયો હોવાનું જાણવા મળ્યું હતું. ગામના સ્થાનિકોએ રીક્ષા બહાર કાઢી હતી. જો કે ભીમડાદ ગામે બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભીમડાદ ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા.
આ પણ વાંચો: ભરૂચ વિડીયો: આફત બની 4 ઇંચ સુધી ખાબક્યો કમોસમી વરસાદ, ભાતીગળ મેળામાં ભારે નુકસાન, વીજળી પડવાથી 2ના મોત
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Brijesh Sakariya)

