Video: દિલ્હી મેટ્રોની સામે કૂદીને યુવકે કરી આત્મહત્યા, સામે આવ્યો ચોંકાવનારો વીડિયો
પોલીસના જણાવ્યા અનુસાર આત્મહત્યા કરનાર વ્યક્તિની ઓળખ મનીષ કુમાર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ નજફગઢ વિસ્તારમાં રહેતો હતો. તેની ઉંમર 31 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.
દિલ્હીના (Delhi) મેટ્રો સ્ટેશન પર આત્મહત્યાનો એક હૃદયદ્રાવક વીડિયો (Video) સામે આવ્યો છે. આત્મહત્યાનો આ વીડિયો સોમવારે સવારનો છે. મળતી માહિતી મુજબ, નજફગઢ મેટ્રો સ્ટેશન પર સોમવારે સવારે લગભગ 9.26 વાગ્યે તેણે તમામ લોકોની વચ્ચે મેટ્રો ટ્રેક પર કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
મેટ્રો આવતાની સાથે જ યુવક કૂદી ગયો
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેટ્રો આવતાની સાથે જ વ્યક્તિ કેવી રીતે તેની સામે કૂદી ગયો. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આત્મહત્યા કરનાર વ્યક્તિની ઓળખ મનીષ કુમાર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ નજફગઢ વિસ્તારમાં રહેતો હતો. તેની ઉંમર 31 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.
મનીષે આત્મહત્યા કેમ કરી?
પોલીસને એવી માહિતી પણ મળી છે કે મૃતક દેવ પ્રયાગ ઉત્તરાખંડમાં ગ્રંથપાલ હતો. મૃતક મનીષને એક પુત્રી છે. ક્રાઈમ ટીમ અને FSLની ટીમને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા બોલાવવામાં આવી છે. CrPCની કલમ 174 હેઠળ કેસમાં તપાસ ચાલી રહી છે. મનીષે આવું પગલું કેમ ભર્યું તે અંગે પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પહેલા પણ દિલ્હી મેટ્રોમાં આવી જ ઘટના બની હતી
રાજધાની દિલ્હીની મેટ્રો સામે કૂદીને આપઘાત કરવાની આવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે. 3 જુલાઈના રોજ દિલ્હીની કૈલાશ કોલોનીમાં એક વ્યક્તિએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનાર વ્યક્તિની ઓળખ 25 વર્ષીય અર્જુન શર્મા તરીકે થઈ છે. તે પૂર્વ કૈલાસનો રહેવાસી હતો.
આ પણ વાંચો : Delhi: દિલ્હીથી જયપુર જવું થશે સસ્તું, E-Highway પર દોડશે ઈલેક્ટ્રિક વાહનો
આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં મંડી હાઉસ મેટ્રો સ્ટેશન પર એક યુવકે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ, તે વ્યક્તિનું નામ રવિ હતું અને તે બિહારનો રહેવાસી હતો.