વડોદરા : હરણી હોનારતમાં સૌથી મોટા સમાચાર, અત્યાર સુધીમાં 10 થી વધુના મોત થયા
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 10થી વધુ વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે.
વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં 10 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકોના મોત થયાની માહિતી સામે આવી હતી. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે આ બોટ પલટી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા જેના કારણે ડૂબવાની ઘટના બની હતી. સ્થાનિક તરવૈયાઓએ બાળકોને બચાવ્યા હતા. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આસપાસના લોકોએ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ પણ વાંચો : વડોદરાના હરણી તળાવમાં બાળકો ડૂબી જવાની ઘટના, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ દુ:ખ વ્યક્ત કર્યું
બાળકોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. વાઘોડિયાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા. હરણી તળાવમાં બાળકો, શિક્ષકોએ બોટની સવારી કરી હતી. 14 લોકોની ક્ષમતાવાળી બોટમાં 27 લોકોને બેસાડ્યાની માહિતી મળી છે. 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ તેમાં સવાર હતો.