વડોદરાના હરણી તળાવમાં બાળકો ડૂબી જવાની ઘટના, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ દુ:ખ વ્યક્ત કર્યું
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 3 વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા હોવાનો ધારાસભ્ય યોગેશ પટેલનો દાવો છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. ત્યારે આ ઘટનાને લઈને CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે. અને ટ્વિટ કર્યું હતું.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં 3 વિધાર્થીઓ તેમજ 2 શિક્ષકોના મોત થયા હોવાનો ધારાસભ્ય યોગેશ પટેલનો દાવો છે. જ્યારે અન્ય વિધાર્થીઓની શોધખોળ ચાલુ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી કહ્યું “વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી બાળકોના ડૂબી જવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. જીવ ગુમાવનારા માસૂમ બાળકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. આ દુઃખના સમયમાં તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હાલ બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. “પ્રશાસનને અકસ્માતનો ભોગ બનેલાઓને તાત્કાલિક રાહત અને સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.”
બોટમાં 31 લોકો સવાર હતા. 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ હજાર છે. હાલમાં ગુરુવારે તારીખ 18 જાન્યુઆરી 2023ની સાંજે 7 વગાય સુધીમાં મળતી મહીત મુજબ ઘટનામાં મોતનો આંકડો 13 પર પહોંચ્યો, આંકડો વધવાની શક્યતા છે. NDRF ની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. ડુબેલા લોકોને બચાવવાની કાંમગીરીમાં જોડાશે, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ડિપ ડાયવર્સ અને સોનાર સીસ્ટમ સાથે ટીમ પહોંચી છે. તળાવમાં ડુબેલા બાળકો અને શિક્ષકોની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવું છું.…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2024