ઉત્તરકાશી : ટનલમાં ફસાયેલા શ્રમિકોનું બચાવકાર્ય શરૂ છે, ટનલમાં દવાઓ પહોંચાડમાં આવી રહી છે, જુઓ વીડિયો
40 શ્રમિકોને બચાવવા 200 લોકોની ટીમ પરસેવો પાડી રહી છે. શ્રમિકો સુરંગના પ્રવેશદ્વારથી 200 મીટર અંદર ફસાયેલા છે. શ્રમિકોને પાઈપના માધ્યમથી ઓક્સિજન, ખોરાક, પાણી અને દવા મોકલવામાં આવી રહી છે. શ્રમિકો સાથે સંપર્ક માટે પાઈપનો સહારો લેવામાં આવી રહ્યો છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકોને હજુ પણ બહાર કાઢી શકાયા નથી. છેલ્લા ચાર દિવસથી બચાવકાર્ય ચાલી રહ્યું છે, પરંતુ કોઈ સફળતા હાથ લાગી નથી. 7 રાજ્યોના 40 શ્રમિકો સુરંગની અંદર ફસાયેલા છે. બચાવકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 40 શ્રમિકોને બચાવવા 200 લોકોની ટીમ પરસેવો પાડી રહી છે.
શ્રમિકો સુરંગના પ્રવેશદ્વારથી 200 મીટર અંદર ફસાયેલા છે. જ્યાં તેઓ ફસાયેલા છે તેની ઠીક આગળ 50 મીટર લાંબો કાટમાળ છે. બચાવદળની ટીમ સામે મુશ્કેલી એ વાતની છે કે ટનલનો આ ભાગ ખૂબ જ નબળો છે. જેવી કાઢવાની કોશિશ કરવામાં આવે છે કે તરત જ કાટમાળ ટનલમાં પડવાનું શરૂ થઈ જાય છે.
પાઈપની મદદથી ખોરાક, પાણી અને દવા મોકલવામાં આવી રહી
ફસાયેલા શ્રમિકોને બચાવવા પ્રયત્નો એવા ચાલી રહ્યા છે કે કાટમાળની આરપાર સ્ટીલની મોટી પાઈપ નાખીને અંદરથી એક-એક શ્રમિકને બહાર કાઢવામાં આવી રહ્યા છે. શ્રમિકોને પાઈપના માધ્યમથી ઓક્સિજન, ખોરાક, પાણી અને દવા મોકલવામાં આવી રહી છે. ટનલની અંદર નેટવર્ક નથી આવી રહ્યું તેથી મોબાઈલ કે વોકીટોકીથી સંપર્ક પણ થઈ શકતો નથી. શ્રમિકો સાથે સંપર્ક માટે પાઈપનો સહારો લેવામાં આવી રહ્યો છે.





