AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉર્ફી જાવેદે મચ્છરદાની કરતાં પણ પારદર્શક ડ્રેસ પહેર્યો, જુઓ વાયરલ વિડીયો

ઉર્ફી જાવેદ એ ટેલીવુડની એક એવી અભિનેત્રી છે કે, જે કોઈપણ પ્રકારના પ્રયાસો કર્યા વિના સતત સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તાજેતરમાં આ લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટારે અતિ પારદર્શક ડ્રેસ પહેરીને ઇન્ટરનેટ પર ફરીથી તહેલકો મચાવ્યો છે.

ઉર્ફી જાવેદે મચ્છરદાની કરતાં પણ પારદર્શક ડ્રેસ પહેર્યો, જુઓ વાયરલ વિડીયો
Urfi Javed (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:55 PM
Share

ઈન્ડિયન સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ (Urfi Javed) એ એક એવી સેલેબ્રિટી છે કે જે કોઈ પણ પ્રકારના પ્રયત્નો વગર સતત સમાચારોમાં બની રહેવા માટે જાણીતી છે. અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર હંમેશા કોઈને કોઈ કારણોસર ટ્રોલ (Trolling) થતી રહી છે. ‘બિગ બોસ ઓટીટી’ (Bigg Boss OTT) ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના પારદર્શક બોલ્ડ ડ્રેસથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. લોકો તેના ડ્રેસને મચ્છરદાની કરતા પણ પાતળો કહી રહ્યા છે. જો કે, અભિનેત્રીને લોકોની વાતથી કોઈ જ ફરક પડતો નથી.

View this post on Instagram

A post shared by Urrfii (@urf7i)

ઉર્ફી જાવેદ ‘બિગ બોસ ઓટીટી’થી સોશિયલ મીડિયા પર રાજ કરી રહી છે. વિવાદાસ્પદ નિવેદન હોય કે બોલ્ડ આઉટફિટ્સ, ગમે તે હોય, ઉર્ફીનું નામ લોકો વચ્ચે અકબંધ રહે છે. પોતાની આ ખ્યાતિ જાળવી રાખવા માટે ઉર્ફી દરરોજ સુપર બોલ્ડ અવતારમાં પણ જોવા મળે છે. પરંતુ આ વખતે તે એવા પાતળા કપડા પહેરેલી જોવા મળી કે લોકો તેના પર ગુસ્સે થઈ ગયા છે.

લોકોએ અભિનેત્રીના ડ્રેસને કીધું મચ્છરદાની 

ઉર્ફી જાવેદ તેના બોલ્ડ ડ્રેસને કારણે દરરોજ હેડલાઈન્સ બનાવવામાં માહેર છે. તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એક વખત તેના ડ્રેસથી બોલ્ડ લૂક રજૂ કર્યો છે. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ વિચિત્ર અને અતિ પારદર્શક ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસનું ફેબ્રિક એટલું પાતળું છે કે લોકો તેની સરખામણી મચ્છરદાની સાથે કરી રહ્યા છે.

ફરી એકવાર ઉર્ફી જાવેદનો આ સુપર બોલ્ડ ડ્રેસ લોકોને ગુસ્સે કરી રહ્યો છે. અભિનેત્રીનો આ વિચિત્ર ડ્રેસ થોડી જ મિનિટોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આ ડ્રેસને જોઈને લાગે છે કે ઉર્ફી જાવેદે પારદર્શક ચુંદડી લપેટીને તેના શરીરને છુપાવ્યું છે.

View this post on Instagram

A post shared by Urrfii (@urf7i)

અમે તમને જણાવી દઈએ કે, ઉર્ફી તેની અનોખી ફેશનને કારણે દરરોજ ટ્રોલ થાય છે. તેણી ‘બિગ બોસ ઓટીટી’માં થોડા દિવસો રોકાઈ હતી, પરંતુ બહાર આવી ત્યારથી તે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં વ્યસ્ત છે. હાલમાં જ તેનું એક ગીત પણ રિલીઝ થયું છે.

આ પણ વાંચો – Urfi Javed : મને એવું કહેવામાં આવેલું કે મારે એડલ્ટ સિરિઝમાં કામ કરવું જોઈએ, કારણ કે….

g clip-path="url(#clip0_868_265)">