MONEY9: ટુ-વ્હીલર ખરીદનારા ક્યાં ગયા? ગ્રામીણ બજારને મંદીનું ગ્રહણ કેમ લાગ્યું?

|

Mar 08, 2022 | 3:52 PM

ભારતની ટોપ-ફાઈવ ટુ-વ્હીલર કંપનીઓએ ફેબ્રુઆરીમાં 10,74,303 યુનિટનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ 25 ટકા ઓછું છે.

ટુ-વ્હીલર (TWO WHEELER)ના સાઈડ મિરરમાં દેખાઈ રહ્યાં છે ઉદાસ ગામડાં અને ગામડાંની આ ઉદાસી જ ઓટો ઉદ્યોગ માટે બની છે ચિંતાનું કારણ. તેમની ચિંતા પણ વાજબી છે કારણ કે ગામડાના જોરે જ તો ઓટો ઉદ્યોગ (AUTO SECTOR) જોરમાં રહી શકે છે. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં વેચાતા લગભગ 75 ટકા બાઈક અને સ્કૂટર એન્ટ્રી-લેવલના હોય છે. એન્ટ્રી-લેવલ એટલે સૌથી સસ્તા ટુ-વ્હીલર. આ 75 ટકા ટુ-વ્હીલરમાંથી 60 ટકા વેચાણ તો ગામડાં (RURAL MARKET)માં થાય છે. આથી, જો અહીં માંગ ઘટે તો તેની ગંભીર અસર પડે છે. અસર ગંભીર હોવાના પુરાવા પણ છે.

ભારતની ટોપ-ફાઈવ ટુ-વ્હીલર કંપનીઓએ ફેબ્રુઆરીમાં 10,74,303 યુનિટનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ 25 ટકા ઓછું છે. છેલ્લાં છ મહિનાના આંકડા ભેગા કરીએ તો દેશમાં લગભગ 7 લાખ ટુ-વ્હીલર્સ ઓછા વેચાયા છે. અરે! મોપેડના ખરીદદારો પણ ઘટી રહ્યાં છે. શું કીધું..? મોપેડ? ભાઈ હવે મોપેડ કોણ ખરીદે છે? તો જણાવી દઈએ કે ગયા વર્ષના જાન્યુઆરીમાં કુલ 59,007 મોપેડનું વેચાણ થયું હતું અને ચાલુ વર્ષના જાન્યુઆરીમાં તેનું વેચાણ માત્ર 35,785 રહ્યું, એટલે કે, 23,222 મોપેડ ઓછી વેચાઈ.

આ પણ જુઓ: ખાદ્ય તેલમાં નીકળી તેજીની ધાર, ગ્રાહકોના ખિસ્સા પર આકરો વાર

આ પણ જુઓ: ગિફ્ટ પર કેવી રીતે લાગે છે ટેક્સ? કયા સંજોગોમાં નથી લાગતો ટેક્સ?

Next Video