વીડિયો: નકલી સરકારી કચેરી કેસમાં વધુ બે સકંજામાં, ફરિયાદી જ નિકળ્યો આરોપી
છોટ ઉદેપુરના નકલી સરકારી કચેરી કેસમાં વધુ બે આરોપી સકંજામાં આવ્યા છે. નકલી સરકારી કચેરીના કૌભાંડની ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. SITએ બે આરોપી જાવેદ માકનોજીયા અને ચંદુ કારેલીયાની ધરપકડ કરી છે. ચંદુ કારેલીયા પૂર્વ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની ધરપકડ કરી છે.
છોટ ઉદેપુરના નકલી સરકારી કચેરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નકલી સરકારી કચેરીના કૌભાંડની ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદી જ આરોપી નીકળ્યા છે. SITએ બે આરોપી જાવેદ માકનોજીયા અને ચંદુ કારેલીયાની ધરપકડ કરી છે. ચંદુ કારેલીયા પૂર્વ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી હતો.
છોટા ઉદેપુરમાં સરકારને 4 કરોડથી વધારેનો ચુનો લગાવનારા કેસમાં વધુ બેની ધરપકડ કરવામાં આવી છે, SITએ તપાસનો ધમધમાટ શરૂ કરતા હવે ધીમે ધીમે આરોપીઓ પકડાઈ રહ્યા છે, પહેલા પણ 2થી વધારેની ધરપકડ કરવામાં આવી ચુકી છે, જ્યારે એક આરોપી અંકિત સુથાર 5 દિવસ રિમાન્ડમાં છે. નકલી એન્જીનીયર સંદિપ રાજપૂત અને અબુબકર સૈયદની પહેલા ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વીડિયો: નકલી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારના 5 દિવસના રિમાન્ડ મંજૂર
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Makbul Mansuri)