TV9 Exclusive Video: બિન્દાસ અને બેબાક કાજલ ઓઝા વૈદ્ય

| Edited By: | Updated on: Mar 08, 2023 | 9:47 PM

કાજલ ઓઝા વૈદ્ય (Kaajal Oza Vaidya) કહે છે કે હું વારંવાર જુદાં જુદાં લોકોએ લખેલી ગીતા અને મહાભારત બહું વાંચું છું. આ સિવાય અન્ય લોકોને સાંભળું છું અને વાંચું છે. મને દરેક જગ્યાએ મોટિવેશન મળે છે. મને ફિલ્મ જોવાનો બહુ શોખ છે.

એવું કહેવાય છે કે પુરુષની સફળતામાં સ્ત્રીનો બહુ મોટો ફાળો હોય છે. એક સ્ત્રી પોતાના પરિવારની ખુશી માટે ન જાણે કેટલા બલિદાન આપે છે. એટલું જ નહીં, આજના સમયમાં મહિલાઓએ પોતાની જાતને ખૂબ જ સશક્ત બનાવી છે. મહિલાઓ તેમના ઘરની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. સાથે જ તે ઘર અને કાર્યસ્થળ બંનેની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આવી જ એક મહિલાની વાત આજે કરવાના છીએ.

મને હવે કોઈ પરિસ્થિતિ હચમચાવી શકે નહીં

કાજલ ઓઝા વૈદ્યનું કહેવું છે કે મને કોઈ પરિસ્થિતિ હચમચાવી શકે નહીં કારણ કે એકલા પ્રવાસ કરવાથી મારામાં શાંતિ, સહાનુભૂતિ, સ્વીકૃતિ બહુ આવી ગઈ છે. જેમકે ફ્લાઈટ ત્રણ કલાક લેટ છે તો બીજા ઉકળતા હોય પણ હું બેગમાંથી એક પુસ્તક કાઢીને વાંચું અથવા તો એમ વિચારું કે એક ચેપ્ટર લખાય જશે. મારામાં એક ભયંકર સ્વીકારવાની તાકાત આવી ગઈ છે કોઈ ટ્રેન છૂટી ગઈ તો હવે શું, તેના વિશે ના વિચારીને બસ વિશે વિચારવાનું.

મોટિવેશન જોઈતું હોય તો ક્યાંયથી પણ મળે

કાજલ ઓઝા વૈદ્ય કહે છે કે હું વારંવાર જુદાં જુદાં લોકોએ લખેલી ગીતા અને મહાભારત બહું વાંચું છું. આ સિવાય અન્ય લોકોને સાંભળું છું અને વાંચું છે. મને દરેક જગ્યાએ મોટિવેશન મળે છે. મને ફિલ્મ જોવાનો બહુ શોખ છે. મેં એક કંટાળાજનક ફિલ્મ જોઈ હતી પરંતુ તે ફિલ્મની છેલ્લી લાઈન મને સ્પર્શી ગઈ અને મને તેમાંથી મોટિવેશન મળ્યું. હું ફ્રેન્ચ, સ્પેનિસ, ઈંગ્લિશ સિરીઝ જોવું છું.

ઓસ્ટ્રેલિયાની એક નાની છોકરીએ મને શિખવાડ્યું

મને દરેક ઈન્ટરવ્યુ, સ્પીચ કે કોઈ ઈવેન્ટમાં જતા પહેલા ડર લાગે છે. હમણાં થોડા ટાઈમ પહેલા ઓસ્ટ્રેલિયામાં 5 વર્ષની છોકરી તેની માતા સાથે પ્રોગ્રામ જોવા આવી હતી. પ્રોગ્રામ પછી તે તેની માતા સાથે ફોટો પડાવા આવી તો મેં તેને પૂછયું તું મને ઓળખે છે, તો તેને કહ્યું હા તમને વીડિયોમાં જોવું છું. ત્યારબાદ મેં તેને પૂછયું તને વીડિયોમાં ખબર પડે છે તો કહે હા. ત્યારબાદ તેને પૂછયું તેમાં શું ગમે છે તો કહે તમે. ત્યારે મને તે છોકરી તે શીખવી ગઈ ઓવરઓલ જ વસ્તુ કે અન્ય જ ગમવું જોઈએ. વ્યક્તિ ઓવરઓલ ગમવું જોઈએ, એ શું કરે છે, તે શું પહેરે છે તે ન જોવું જોઈએ.