Bindyarani Devi Exclusive: બિંદિયારાની દેવીના બાળપણના સંઘર્ષથી લઈને Silver Medal જીતવા સુધીની સ્ટોરી, જુઓ વીડિયો

|

Aug 05, 2022 | 3:50 PM

બિંદિયારાની દેવી (Bindyarani Devi Exclusive Interview) ક્લીન એન્ડ જર્કમાં તેના છેલ્લા પ્રયાસમાં 116 કિગ્રાના રેકોર્ડ વજન સાથે બ્રોન્ઝમાંથી સીધી જમ્પ કરી અને ભારતનો ચોથો મેડલ બેગમાં મુક્યો હતો. TV9 સાથે સિલ્વર મેડલિસ્ટ બિંદિયા રાનીએ ખાસ વાતચીત કરી હતી.

Bindyarani Devi Exclusive: બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં ભારત માટે શનિવારનો દિવસ શાનદાર રહ્યો. આ દિવસે ભારતે ચાર મેડલ જીત્યા હતા અને ચારેય મેડલ તેને વેઈટલિફ્ટર્સ દ્વારા આપવામાં આવ્યા હતા. સંકેત મહાદેવે અને પછી મીરાબાઈ ચાનુ (Mirabai Chanu), ગુરુરાજા થઈને બિંદિયારાણી દેવી (Bindiyarani)એ ભારતની ઝોળીમાં મેડલ આપ્યો હતો. બિંદિયારાણી 55 કિગ્રા વજન વર્ગમાં માત્ર એક કિલો માત્રથી ગોલ્ડ મેડલ મેળવવાથી ચુકી ગઈ હતી.

બિંદિયારાણીની આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ

બિંદિયારાણીની આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ છે અને તેના પહેલા જ પ્રયાસમાં આ ખેલાડીએ મેડલ મેળવ્યો છે. બિંદિયારાણીએ સ્નેચમાં સારી શરૂઆત કરી અને પહેલા પ્રયાસમાં જ 81 કિલો વજન ઉપાડ્યું. તેણે પછીના બે પ્રયાસોમાં 84 અને 86 કિલો વજન ઉપાડ્યું, જેના કારણે તે આ રાઉન્ડ પછી ત્રીજા સ્થાને આવી ગઈ.

પ્રથમ નાઇજીરીયાની લિફ્ટર હતી અને બીજી યજમાન ઇંગ્લેન્ડની હતી, જેણે અનુક્રમે 92 અને 89 કિગ્રાનું શ્રેષ્ઠ વજન ઉપાડ્યું હતું. આ રાઉન્ડ સાથે જ બિંદિયાનો મેડલ દેખાતો હતો. ક્લીન એન્ડ જર્કમાં, બિંદિયાએ 110 કિગ્રા સાથે સફળ શરૂઆત કરી હતી, પરંતુ બીજા પ્રયાસમાં 114 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી હતી, જો કે, તેમ છતાં, તેણે હાર ન માની અને 116 કિલો વજન ઉપાડ્યું

ચાનુએ બિંદિયારાણીને તેના જૂતા ભેટમાં આપ્યા

ચાનુને જોઈને જ બિંદિયારાણી દેવી મોટી થઈ. એકવાર મીરાબાઈ ચાનુને બિંદિયારાનીના સંઘર્ષ વિશે જાણ થઈ, તેણે પણ મદદનો હાથ લંબાવ્યો. મીરાબાઈ ચાનુને ખબર પડી કે બિંદિયારાણી પાસે સારા જૂતા નથી અને પછી આ ખેલાડીએ બિંદિયારાણીને તેના જૂતા ભેટમાં આપ્યા. એક મીડિયા અહેવાલે પોતાના રિપોર્ટમાં આ વાત જણાવી છે. ભારત પાસે હવે 3 ગોલ્ડ સહિત 6 મેડલ છે અને આ રીતે ભારતને છઠ્ઠું સ્થાન મળ્યું છે. ભારતના તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે, જેમાં 3 ગોલ્ડ ઉપરાંત 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ પણ છે. ભારતે વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ 6 મેડલ જીત્યા છે.

Published On - 6:39 pm, Mon, 1 August 22

Next Video