Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Master: Resolution નો અર્થ શું છે ? મોબાઈલ ખરીદતા પહેલા ખાસ ચેક કરો Resolution

Tech Master: Resolution નો અર્થ શું છે ? મોબાઈલ ખરીદતા પહેલા ખાસ ચેક કરો Resolution

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 8:36 AM

રિઝોલ્યુશન એ ડિસ્પ્લે કે સ્ક્રિનની ઈમેજ ક્વાલિટીને દર્શાવતો એકમ કહીં શકાય. ત્યારે રિઝોલ્યુશન એ ખૂબ વ્યાપક શબ્દ છે. ટેક્નોલોજી (Technology) ના વિવિધ ક્ષેત્રોમાં રિઝોલ્યુશનના વિવિધ અર્થો છે.

રિઝોલ્યુશન (Resolution)શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે પરંતુ એવા ઓછા લોકો હશે જેમને તેનો અર્થ ખબર હશે. જો આપણે સરળ શબ્દોમાં કહીએ તો રિઝોલ્યુશન એ ડિસ્પ્લે કે સ્ક્રિનની ઈમેજ ક્વાલિટીને દર્શાવતો એકમ કહીં શકાય. ત્યારે રિઝોલ્યુશન એ ખૂબ વ્યાપક શબ્દ છે. ટેક્નોલોજી(Technology)ના વિવિધ ક્ષેત્રોમાં રિઝોલ્યુશનના વિવિધ અર્થ છે.

Resolution શું છે?

કોઈ ડિવાઈસ Horizontal અને Vertical કેટલા Pixels બતાવવા માટે સક્ષમ છે તેને તે ડિવાઈસનું Resolution કહેવાય છે. ડિવાઈસ રીઝોલ્યુશન મુખ્યત્વે મોબાઇલ સ્ક્રીન, ટેલિવિઝન સ્ક્રીન, કમ્પ્યુટર મોનિટર સ્ક્રીન માટે વપરાય છે. આપણે તેને એક ઉદાહરણથી સમજીએ. Resolution HDTV 1920 x 1080 છે તો 1920 એ horizontal pixels છે જ્યારે 1080 vertical pixels છે.

ડિસ્પ્લે રિઝોલ્યુશનના કેટલા પ્રકારો છે

720p = 1280 x 720 – આને HD અથવા “HD Ready”રિઝોલ્યુશન પણ કહેવામાં આવે છે.
1080p = 1920 x 1080 – FHD અથવા “ફુલ HD” રિઝોલ્યુશન કહે છે.
1440p = 2560 x 1440 – આને QHD અથવા Quad HD રિઝોલ્યુશન કહેવામાં આવે છે
4K અથવા 2160p = 3840 x 2160 – સામાન્ય રીતે 4K, UHD અથવા અલ્ટ્રા HD રિઝોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે.
2160p ને 4K એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેની width pixelsની સંખ્યા 4000 નજીક છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે 1080p FHD અથવા “ફુલ HD” ના ચાર ગણું છે.

Image Resolution શું છે

ડિસ્પ્લે માટેનું રિઝોલ્યુશન PPi (Pixel per Inch) દ્વારા માપવામાં આવે છે, ઇમેજના 1 ઇંચ Square Areaમાં કેટલા પિક્સેલ છે, તેને તે ઇમેજનું રિઝોલ્યુશન કહેવામાં આવે છે, જો ઇમેજ માત્ર ડિજિટલ પર જોવા માટે હોય તો સ્ક્રીન, પછી તેનું રિઝોલ્યુશન વધારવાથી ફક્ત ફાઇલનું રિઝોલ્યુશન વધશે. પછી ભલે તે ઈમેજની સાઈઝ ગમે તેટલી મોટી હોય,

આપણે તેને સ્ક્રીનની સાઈઝ જેટલી જ સાઈઝમાં જોઈ શકીએ છીએ. 50 ફૂટ સાઈઝની ઈમેજીસ 15 ઇંચના મોનિટર અથવા સ્ક્રીન પર પણ જોઇ શકાય છે, ફાઇલનું કદ મેગાબાઇટ MB દ્વારા દર્શાવવામાં આવે છે. ઈમેજનું કદ ઇંચ દ્વારા દર્શાવવામાં આવે છે.

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.

g clip-path="url(#clip0_868_265)">