મોબાઈલ પ્રોસેસરના કેટલા પ્રકારો છે ? ફોન ખરીદતા પહેલા ખાસ ચેક કરો Mobile Processor

જો તમારા મોબાઈલમાં સારું પ્રોસેસર (Mobile Processor)છે, તો તમારો મોબાઈલ વધુ સારું પરફોર્મન્સ આપે છે. અને તે ઝડપથી ચાલે છે. તેમજ બીજી ઘણી બાબતો માટે સ્માર્ટફોનમાં સારું પ્રોસેસર હોવું ખૂબ જ જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 8:05 AM

સ્માર્ટફોનનું પરફોર્મન્સ શાનદાર હોય તે માટે જરૂરી છે કે સ્માર્ટફોન(Smartphone)માં સારું પ્રોસેસર હોય. પરંતુ કયું પ્રોસેસર વધુ સારું છે અને કયું નથી તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રોસેસર વિશે જાણકાર છો, તો જ તમે સારો સ્માર્ટફોન ખરીદી શકશો. જો તમારા મોબાઈલમાં સારું પ્રોસેસર (Mobile Processor)છે, તો તમારો મોબાઈલ વધુ સારું પરફોર્મન્સ આપે છે. અને તે ઝડપથી ચાલે છે. તેમજ બીજી ઘણી બાબતો માટે સ્માર્ટફોનમાં સારું પ્રોસેસર હોવું ખૂબ જ જરૂરી છે.

તમે તમારા મોબાઈલ પર ઘણો સમય પસાર કરો છો. અને તમે તમારા મોબાઈલની મદદથી બીજા ઘણા કામો કરો છો. તેથી તમારા મોબાઇલ માટે સારું પ્રોસેસર હોવું એ સારી બાબત છે. આજે આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારા મોબાઈલ માટે કયું પ્રોસેસર શ્રેષ્ઠ છે. આજે અમે તમને મોબાઈલ માટે બેસ્ટ પ્રોસેસરની યાદી જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કયું પ્રોસેસર તમારા માટે યોગ્ય છે.

મોબાઈલ પ્રોસેસરના કેટલા પ્રકારો છે?

જો આપણે પ્રોસેસરની વાત કરીએ તો ઘણી કંપનીઓ પ્રોસેસર બનાવે છે. અને ઘણી મોબાઈલ કંપનીઓ પોતાના પ્રોસેસર પણ બનાવે છે. ચાલો જાણીએ કે પ્રોસેસરના કેટલા પ્રકારો છે.

Qualcomm

અમેરિકન કંપની Qualcomm Snapdragon નામથી ચિપસેટ બનાવે છે. માર્કેટમાં, કંપનીએ અત્યાર સુધી 200, 400, 600 અને 800 સીરીઝમાં સ્નેપડ્રેગન ચિપસેટ્સ રજૂ કર્યા છે. તાજેતરમાં, Qualcomm એ 888 ચિપસેટ રજૂ કર્યું છે, જેને હાલમાં વિશ્વનું સૌથી શક્તિશાળી પ્રોસેસર ચિપસેટ કહેવામાં આવે છે.

Apple

વિશ્વની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા Apple iPhone અને iPad માટે પોતાના પ્રોસેસરનો ઉપયોગ કરે છે. કંપની દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા iPhoneમાં A14 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ, કંપનીએ ડિવાઈસમાં A13 ચિપસેટનો ઉપયોગ કર્યો હતો.

Exynos

Exynos પ્રોસેસર સેમસંગ કંપનીનું પ્રોસેસર છે, જે સેમસંગ મોબાઈલમાં આવે છે. સેમસંગનું લેટેસ્ટ મોબાઇલ પ્રોસેસર અત્યારે Exynos 2200 છે.

MediaTek

ઓછી કિંમતના ફોનમાં મીડિયાટેક ચિપસેટનો ઘણો ઉપયોગ થાય છે. જો કે એવું નથી કે કંપની પાસે પાવરફુલ પ્રોસેસર નથી. Helio X20, Helio X25 અને Helio P15 જેવા ચિપસેટ્સ ઓક્ટા-કોર પ્રોસેસર્સથી સજ્જ છે જે વધુ સારા પ્રદર્શન માટે જાણીતા છે.

HiSilicon

આ એક Huawei કંપની છે. જે ચિપસેટ બનાવવાનું કામ કરે છે. આ અંતર્ગત કિરીન નામથી ચિપસેટ રજૂ કરવામાં આવી છે, જેમાં કિરીન 950 તાજેતરમાં રજૂ કરવામાં આવી હતી. આ ચિપસેટમાં વધુ સારી મલ્ટીટાસ્કીંગ ક્ષમતા છે.

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">