Tech Master: Aspect Ratio શું છે ? સરળ શબ્દોમાં સમજો તેનો અર્થ

|

May 16, 2022 | 9:11 AM

સરળ ભાષામાં કહીએ તો મોનિટર અથવા ટેલિવિઝન સ્ક્રીનની પહોળાઈ પિક્સેલ (Width Pixel) અને ઊંચાઈના પિક્સેલ(Height Pixel)ના ગુણોત્તરને એસ્પેક્ટ રેશિયો કહેવામાં આવે છે.

એસ્પેક્ટ રેશિયો (Aspect Ratio) તમે આ શબ્દ ઘણી વખત સાંભળ્યો અને વાંચ્યો હશે. પરંતુ તેનો ખેરખર અર્થ શું છે ? સરળ ભાષામાં કહીએ તો મોનિટર અથવા ટેલિવિઝન સ્ક્રીનની પહોળાઈ પિક્સેલ (Width Pixel)અને ઊંચાઈના પિક્સેલ(Height Pixel)ના ગુણોત્તરને એસ્પેક્ટ રેશિયો કહેવામાં આવે છે, એટલે કે, તેમના ગુણોત્તરને એસ્પેક્ટ રિશિયો કહેવામાં આવે છે, Aspect Ratio કોઈપણ સ્ક્રીનની પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કહે છે જે W:H તરીકે આપવામાં આવે છે જ્યાં W નો અર્થ પહોળાઈ થાય છે અને H એ ઊંચાઈનો Aspect Ratio આ બેનો ગુણોત્તર દર્શાવે છે.

Aspect Ratio શું છે?

એસ્પેક્ટ રેશિયો (Aspect Ratio)કોઈ પણ મોનિટર અથવા ટેલિવિઝન સ્ક્રીનના Width Pixel અને Height Pixelનો ગુણોત્તર છે.

ઉદાહણથી 16 :9 Aspect Ratio સમજીએ

16 :9 Aspect Ratio

800×600

Width Pixel = 800

Height Pixel = 600

Aspect Ratio = 800 /600

=1.77

16 :9 = 16 /9 =1.77

4:3 Aspect Ratio

1280×960

Width Pixel =1280

Heigth Pixel = 960

Aspect Retio = 1280 /960

=1.33

4:3 = 4/ 3 =1.33

તેવી જ રીતે, જો 1280×960 ના એસ્પેક્ટ રેશિયોને કાઢવામાં આવે, તો તેની Value 1.33 આવે છે જે 4:3 ના Valueની બરાબર છે, તેથી તેને 4:3 એસ્પેક્ટ રેશિયો કહેવામાં આવે છે.

4:3 એસ્પેક્ટ રેશિયો રિઝોલ્યુશન

4:3 આસ્પેક્ટ રેશિયોના ઉદાહરણો – 640×480 , 800×600 , 960×720 , 1024×768 , 1280×960 , 1400×1050 , 1440×1080 , 1440×920 , 1600×14×4 ,1600×4×4 1536

16 : 9 એસ્પેક્ટ રેશિયો રિઝોલ્યુશન

16: 9 આસ્પેક્ટ રેશિયોના ઉદાહરણો – 1024×576, 1152×648, 1280×720 (HD), 1366×768, 1600×900 , 1920×1080 (FHD), 2560×1440(QHD ), 3840×2160 (4k), 7680×4320 (8k)

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.

Next Video