Toilet Cleaning technology : ક્યાંય નહી જોયું હોય આવું આધુનિક ટેક્નોલોજી વાળું ટોયલેટ, જુઓ વીડિયો

| Updated on: Aug 25, 2024 | 3:06 PM

Toilet Cleaning technology : જમાનો ખૂબ જ આગળ વધતો જાય છે. દરેક ક્ષેત્રે અવનવી ટેકનોલોજી આવતી જાય છે. બધી જગ્યાએ નવી ટેકનોલોજી એ પગપેસરો કર્યો છે. અહીં આપણે ટોયલેટ ક્લિનિંગ ટેકનોલોજી વિશે જોશું કે તે કેવી રીતે કામ કરે છે.

Toilet Cleaning technology : આપણે જોઈએ છીએ કે કપડાં ધોવાના મશીન હોય છે, ડિશ વોસર પણ આવી ગયા છે. જેથી કરીને ગૃહિણીઓને હેરાન ન થવું પડે છે. મહિલાઓ જોબ કરતી હોય છે ત્યારે તેને ઘરના કામ કરવા માટે સમય નથી મળતો ત્યારે આવા ઉપકરણોનો સહારો લેવો પડે છે.

દરેક ક્ષેત્રે અવનવી ટેકનોલોજી આવતી જાય છે

લોકોને બધી વસ્તુઓ ક્લિન ગમતી હોય છે. એટલે રોબોટ ટેક્નોલોજી કે અદ્યતન ટેકનોલોજીનો સહારો લે છે. તેમાં પણ હવે કપડાં સુકવવાના મશીનથી લઈને ડિશ વોસર સુધીના ઉપકરણોનો સમાવેશ થાય છે. દરેક ક્ષેત્રે અવનવી ટેકનોલોજી આવતી જાય છે. બધી જગ્યાએ નવી ટેકનોલોજી એ પગપેસરો કર્યો છે. હવે તો ટોયલેટ પણ એવા આવી ગયા છે કે કોઈ નોકર વગર પણ તેની સફાઈ થઈ શકે.

ટોયલેટ સફાઈ માટે આવી છે નવી ટેકનોલોજી

અહીં આપેલા વીડિયોમાં આપણને 2 વેસ્ટર્ન ટોયલેટ જોવા મળે છે. જેમાં એક વખત એક ટોયલેટનો ઉપયોગ થઈ ગયા પછી…તે અંદરની બાજુ જાય છે અને અંદર રહેલું ટોયલેટ બહારની સાઈડ રાઉન્ડ ફરીને આવે છે. જે ટોયલેટ સીટ અંદર ની સાઈડ જાય છે તે પોતાની મેળે જ સાફ થઈ જાય છે અને જે ટોયલેટ બહારની બાજુએ આવે છે તે એકદમ ક્લિન થઈને આવે છે. આમ તમે પણ જો ટોયલેટ સફાઈ વાળાને બોલાવીને ક્લિન કરાવવા ન માગતા હોય તો આ ટેકનોલોજી તમારા માટે એકદમ પરફેક્ટ છે.