કોરોના સંક્રમણ વધવાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે કામથી લઈને અભ્યાસ સુધી બધું જ ડિજિટલ (Digital)થઈ ગયું છે. જેના કારણે લોકો ફોન, લેપટોપ, ટીવી પર વધુમાં વધુ સમય વિતાવી રહ્યા છે. આખો દિવસ સ્ક્રીનની સામે બેસી રહેવાથી તેમની આંખો પર ઘણી અસર થઈ રહી છે. જેના કારણે આંખોમાં દુખાવો, ટેન્શન, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ આવી રહી છે. જો તમે સતત કામ કરો છો, લેપટોપ, મોબાઈલ પર અભ્યાસ કરો છો અને તમને આંખોની સમસ્યા પણ છે તો આ ટિપ્સ(Eye Strain Tips)નો ઉપયોગ કરીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. જેના માટે તમે આંખોમાં આંખના ટીપાં નાખી શકો છો, થોડો સમય વિરામ લઈ શકો છો અથવા સતત આંખો મીંચતા રહી શકો છો. જે તમને ઘણી રાહત આપશે.
જો તમે દિવસભર લેપટોપ અથવા Mac OS પર સમય પસાર કરો છો, તો પછી તમે તમારા ડિસ્પ્લે પર નાઇટ લાઇટ અથવા બ્લુ લાઇટ ફિલ્ટર લગાવી શકો છો. જેના કારણે આંખો પર બ્લુ રેની અસર ઓછી થશે. વાસ્તવમાં આ ફિલ્ટર ડિસ્પ્લે જોવાની ક્ષમતા વધારે છે. આ ઉપરાંત એન્ટીગ્લેર ચશ્મા પણ યુઝ કરી શકો છો.
નોંધ: ઉપરોક્ત બાબત ફક્ત માહિતીના હેતુથી છે અહીં કોઈ દાવો કરવામાં આવતો નથી. જો આંખોની જટિલ સમસ્યા રહેતી હોય તો બની શકે આ કારણો જવાબદાર ન પણ હોય એટલે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 2:51 pm, Thu, 28 April 22