SURAT : કઠોરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ તંત્ર થયું દોડતું, પહેલા બેદરકારી અને પછી સહાયનો મલમ !

SURAT : સુરતના (SURAT) કઠોરમાં ઝાડા-ઉલ્ટીના ( vomiting- diarrhea ) કેસએ હાહાકાર મચાવ્યો છે. કામરેજના ( Kamrej ) કઠોરમાં છેલ્લા 3 દિવસમાં 6 લોકોના મોત ઝાડા-ઉલ્ટીથી થયા છે. તો TV-9માં અહેવાલ આવતા તંત્ર દોડતું થયું હતું.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 02, 2021 | 12:03 PM

SURAT : સુરતના (SURAT) કઠોરમાં ઝાડા-ઉલ્ટીના ( vomiting- diarrhea ) કેસએ હાહાકાર મચાવ્યો છે. કામરેજના (Kamrej) કઠોરમાં છેલ્લા 3 દિવસમાં 6 લોકોના મોત ઝાડા-ઉલ્ટીથી થયા છે. તો TV-9માં અહેવાલ આવતા તંત્ર દોડતું થયું હતું.

સુરતના કામરેજના કઠોરમાં આવેલા વિવેકનગર કોલોનીમાં ઝાડા-ઉલ્ટીના કેસથી હાહાકાર મચી જવા પામ્યો છે. આ કોલોનીમાં 1 જ દિવસમાં ઝાડા-ઉલ્ટીના 50થી વધુ કેસ સામે આવ્યા છે. જયારે 1 જ દિવસમાં 3 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકા કમિશનર અને આરોગ્યના ઉચ્ચ અધિકારિયો કઠોર ખાતે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

તો સુરત મહાનગર પાલિકા મેયર અને ડે.મેયર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે જ સુરત મહાનગર પાલિકા દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતક પરિવાર ને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જયારે સારવાર લઈ રહેલા દર્દીઓનો ખર્ચ સુરત મહાનગર પાલિકા ઉઠાવશે.

વિવેકનગર કોલોનીમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કઠોર સરકારી દવાખાનામાં હાલ 50થી વધુ દર્દી સારવાર હેઠળ છે.પીવાના પાણીની લાઈન પ્રદુષિત થતા ઘટના બની હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સાથે જ સુરત પાલિકાની આરોગ્યની ટિમો કઠોર ગામમાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ પાણીના ટેન્કરો અને પાણી ટેસ્ટિંગ વાન આવી પહોંચી છે. ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટિમ દ્વારા ક્લોરીન દવાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">