ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની લીધી મુલાકાત, ફાઇનલ મેચની સુરક્ષાને લઇ કરી સમીક્ષા
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ VVIP મહાનુભાવોની સુરક્ષા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મેચના દિવસે 4 DIG રેંકના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. આ સાથે 23 DCP, 41 ACP, 112 PI અને 318 PSI સહિત કુલ 6 હજાર પોલીસ કર્મીઓનો લોખંડી બંદોબસ્ત હશે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. રવિવારે રમાનારી વર્લ્ડકપ ફાઈનલ મેચની સુરક્ષાને લઈને સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફાઈનલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM સહિત દેશના આઠ રાજ્યના મુખ્યપ્રધાન પણ હાજર રહેશે.