કાતિલ ઠંડીમાં શ્રીનગર થીજી ગયુ, કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઈનસમાં પહોચ્યું, જુઓ વીડિયો
મંગળવારે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -6.4 °C નોંધાયું હતું. જ્યારે પહેલગામમાં લઘુત્તમ -9.2°C, કુપવાડા -6.2°C, ગુલમર્ગ -7.5°C, લેહમાં -15.2°C નોંધાયું હતું.
કાશ્મીર ખીણમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. શ્રીનગરમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. કાશ્મીર ખીણમાં સતત ત્રીજી રાત્રે તાપમાનનો પારો માઈનસ નીચે નોંધાયો હતો. મંગળવારે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -6.4°C નોંધાયું હતું. કાશ્મીરના અન્ય શહેર પહેલગામમાં લઘુત્તમ -9.2°C, કુપવાડા -6.2°C, ગુલમર્ગ -7.5°C, લેહમાં -15.2°C નોંધાયું હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડી અને હિમવર્ષાના કારણે કાશ્મીરના મેદાની વિસ્તારોમાંથી લોકો હિજરત કરી રહ્યા છે. ઠંડીના કારણે સોનમર્ગમાં તળાવ થીજી ગયું હતું.