જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર તૂટતા ગ્લેશિયરનો બરફ વિખેરાયો, ગટરમાં પાણીની જેમ વહી રહ્યો બરફ, જુઓ VIDEO

જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર તૂટતા ગ્લેશિયરનો બરફ વિખેરાયો, ગટરમાં પાણીની જેમ વહી રહ્યો બરફ, જુઓ VIDEO

| Edited By: | Updated on: Feb 13, 2023 | 7:11 AM

નીતિ ઘાટીના મલારી ગામથી 200 મીટર દૂર મલારીમાં ગ્લેશિયર તૂટવાને કારણે લોકો ગભરાઈ ગયા હતા. અહેવાલો અનુસાર આ વિસ્તારમાં લગભગ પંદર મિનિટ સુધી બરફનું ધુમ્મસ રહ્યું હતું.

ઉત્તરાખંડના ચમોલીમાં બરફના ઘૂમ્મસ વચ્ચે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર લામ્બાગઢ નજીક એક ગ્લેશિયર તૂટી ગયુ. આ ઘટના બાદ લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના શનિવાર સાંજની જણાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગ્લેશિયર તૂટ્યા પછી 12 દિવસમાં આ બીજી ઘટના છે.મળતી માહિતી અનુસાર, આ ગ્લેશિયર તૂટવાને કારણે કોઈ વ્યાપક નુકસાન થયું નથી.

12 દિવસમાં બીજી વાર ગ્લેશિયર તુટતા લોકોમાં ભય

આ મામલાની માહિતી આપતાં હેમકુંડ સાહિબના ગુરુદ્વારા મેનેજર સેવા સિંહે જણાવ્યુ હતુ કે, સતત બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાના કારણે અહીં ભારે માત્રામાં બરફ પડી રહ્યો છે. તો વધુમાં તેમણે કહ્યું કે ગ્લેશિયર ચોક્કસપણે તૂટ્યું છે પરંતુ કોઈપણ પ્રકારના નુકસાનની જાણ નથી. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા 30 જાન્યુઆરીના રોજ ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટી ગયું હતું.

નીતિ ઘાટીના મલારી ગામથી 200 મીટર દૂર મલારી નાલામાં ગ્લેશિયર તૂટવાને કારણે લોકો ગભરાઈ ગયા હતા. અહેવાલો અનુસાર આ વિસ્તારમાં લગભગ પંદર મિનિટ સુધી બરફનું ધુમ્મસ રહ્યું હતું. જો કે બાદમાં સ્થિતિ સામાન્ય થઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Published on: Feb 13, 2023 06:41 AM