ઘણીવાર આપણે ટિકીટ બુક કરીએ છીએ અને કોઈ કારણસર મુસાફરી નથી કરી શકતા. ભારતીય રેલ્વે ટિકીટ રદ કરવાના નિયમ પ્રમાણે મુસાફરી કરવાના 24 કલાક પહેલા જ કન્ફર્મ ટિકીટને કેન્સલ કરવી પડે છે અને તેના માટે શ્રેણી પ્રમાણે ચાર્જ લેવામાં આવે છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં પરણવાના કારણ હંમેશા ટ્રોલ થતી સાનિયા મિર્ઝાએ દેશમાં નફરત ફેલાવનારોને આપ્યો મુહતોડ જવાબ
રેલ્વેના નવા નિયમ પ્રમાણે જો તમે કોઈ કારણસર મુસાફરી નથી કરી શકતા તો તમે તમારી કન્ફર્મ ટિકીટને મુસાફરીની તારીખના 24 કલાક પહેલા ટ્રાન્સફર કરી શકો છો. આ સેવાનો લાભ તમે એકવાર જ લઈ શકો છો. આ નિયમથી જોડાયેલ બધી જ જાણકારી વિશે જણાવીશું. આ સેવાનો લાભ કેવી રીતે લઈ શકાય અને આ સેવાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
IRCTCના નવા નિયમ પ્રમાણે હવે તમે પરિવારના સભ્યને પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકો છો. તેના માટે તમારે ટિકીટની પ્રિન્ટ સાથે નજીકના રિઝર્વેશન ડેસ્ક પર જઈ તમારૂં આઈ.ડી પ્રૂફ બતાવવું પડશે અને જે વ્યકિતને તમે તમારી ટિકીટ ટ્રાન્સફર કરવા માંગો છો તેમની સાથેનું તમારૂં બ્લડ રીલેશનનું પ્રફૂ પણ તમારે બતાવવું પડશે. ત્યારબાદ કાઉન્ટર ઓફિસર તમારી ટિકીટ ટ્રાન્સફર કરી આપશે. આ સુવિધા મુસાફરી કરવાના 24 કલાક પહેલા જ આપવામાં આવશે.
[yop_poll id=1531]