Southwest monsoon 2021 : કેરળમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ, 20 જૂન આસપાસ ગુજરાતમાં બેસશે ચોમાસુ

Monsoon 2021 Onset Kerala : આવનારા બે દિવસમાં નૈઋત્યનુ ચોમાસુ, કેરળથી આગળ વધીને તામિલનાડુ, પોડ્ડુચેરી, દક્ષિણ કર્ણાટક, રાયલસીમાના વિસ્તારમાં બેસી જશે. અનુકુળ વાતાવરણ સાપડતા જ ચોમાસુ ધીમે ધીમે દેશના અન્ય પ્રદેશ તરફ તરફ આગળ વધશે.

| Updated on: Jun 03, 2021 | 3:31 PM

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ( Southwest monsoon ) આજે વિધિવત્ત રીતે કેરળમાં બેસી ગયુ હોવાની જાહેરાત ભારતીય હવામાન વિભાગે કરી છે. આ વર્ષે ચોમાસુ ( mosoon 2021 ) પહેલી જૂનના રોજ બેસી જશે તેવી આગાહી અગાઉ હવામાન વિભાગે કરી હતી. જેની તારીખ પાછળથી 3 જૂને ચોમાસુ બેસસે તેવી જાહેરાત કરી હતી. જો કે, પહેલી જૂનને બદલે ત્રીજી જૂનના રોજ ચોમાસુ બેસી ગયુ છે. ( Monsoon Onset Kerala )

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવનારા બે દિવસમાં નૈઋત્યનુ ચોમાસુ, કેરળથી આગળ વધીને તામિલનાડુ, પોડ્ડુચેરી, દક્ષિણ કર્ણાટક, રાયલસીમાના વિસ્તારમાં બેસી જશે. અનુકુળ વાતાવરણ સાપડતા જ ચોમાસુ ધીમે ધીમે દેશના અન્ય પ્રદેશ તરફ તરફ આગળ વધશે.

આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ ( Southwest monsoon ) સામાન્ય રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 96થી લઈને 104 ટકા સુધીનો વરસાદ દેશના વિવિધ ભાગમાં પડશે. ગુજરાત સહીતના મઘ્ય ભારતમાં આ વર્ષે 104 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે અરબી સમુદ્રમાં આવેલ તાઉ તે વાવાઝોડુ અને ત્યાર બાદ બંગાળની ખાડીમાં આવેલ વાવાઝોડુ યાસને કારણે ચોમાસાની આગળ વધવાની ગતી પ્રભાવિત થઈ હતી. નૈઋત્યનુ ચોમાસુ અગાઉ જાહેર કરાયેલી તારીખ મુજબ, 1લી જૂને કેરળમાં ના આવી શક્યુ તેની પાછળ, કર્ણાટકના દરિયાકાંઠે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન જવાબદાર ગણાય છે.

કેરળના કેટલાક વિસ્તારમાં આજે બેસી ગયેલા ચોમાસુ હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ભારતના વિવિધ પ્રદેશમાં થઈને, આગામી 20 જૂન સુધીમાં ગુજરાતમાં વિધિવત રીતે બેસી જવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.

 

કયા પ્રદેશમાં ક્યારે બેસશે ચોમાસુ ?

કર્ણાટક-આંધ્રપ્રદેશ 5-8 જૂન
ગોવા- મહારાષ્ટ્ર- તેલગણા 10-15 જૂન
ગુજરાત છત્તીસગઢ-ઓરીસ્સા 15-20 જૂન

ગુજરાતમાં પહેલા સામાન્ય રીતે 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થતો હતો. પરંતુ ગ્લોબલ વોર્મિગની પર્યાવરણ ઉપર થઈ રહેલી અસર ને કારણે  હવે ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થાય છે. દક્ષિણ ગુજરજાત અને સૌરાષ્ટ્રથી શરૂ થતા ચોમાસાને,  સમગ્ર ગુજરાતને આવરી લેવામાં 15 દિવસનો સમય લાગે છે.

એટલે કે જો વાતાવરણ બિલકુલ અનુકુળ હોય તો, નૈઋત્યના ચોમાસાને વલસાડથી કચ્છ સુધીના વિસ્તારને આવરી લેવામાં પંદર દિવસનો સમય લાગે છે. આથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ કહી શકાય.

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">