સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ તેની આ દુર્લભ બીમારી વિશે કર્યો ચોંકાવનારો ખૂલાસો- જુઓ Video

|

Jun 28, 2024 | 7:08 PM

સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અને બાહુબલીની લીડ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીને કોણ નથી ઓળખતું. લોકો પ્રભાસને બાહુબલી પછી ઓળખે છે, પરંતુ અનુષ્કા શેટ્ટીને બાહુબલી પહેલાથી લોકો ઓળખે છે. અભિનેત્રીએ સાઉથની ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

અભિનેત્રીએ પોતાની દુર્લભ બીમારી વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી. જેના લીધે તેને મુશ્કેલીનો કરવો પડી રહ્યો છે સામનો.. કેમ કે જ્યારે અભિનેત્રી હસવા લાગે છે ત્યારે તે હસવું રોકી શકતી નથી અને હસતી જ રહે છે. તેમને ફરીથી સામાન્ય થવામાં 15-20 મિનિટ લાગે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે- મને હસવાની બીમારી છે. તમને જાણીને નવાઈ લાગશે કે હસવું પણ એક રોગ હોઈ શકે છે. પરંતુ મારા કિસ્સામાં તે આવું છે અભિનેત્રીએ કહ્યું કે એકવાર હું હસવાનું શરૂ કરી દઉં તો મારા માટે 15-20 મિનિટ હસવાનું બંધ કરવું મુશ્કેલ બની જાય છે. કોઈપણ કોમેડી સીન જોતી વખતે કે શૂટ કરતી વખતે હું હસતી હસતી ફ્લોર પર પટકાઈ જાઉં છું. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આ કારણે શૂટિંગ રોકવું પડ્યું છે.

હવે તમને એ પણ જણાવીએ કે આખરે આ બીમારી શું છે, આ બિમારીને સ્યુડોબુલબાર ઈફેક્ટ એટલે કે PBA નામની બીમારી છે. આ એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે અને તેની સીધી અસર મગજ પર પડે છે. આ સ્થિતિમાં વ્યક્તિ કાં તો બેકાબૂ બનીને હસવા લાગે છે અથવા તો રડવા લાગે છે. અનુષ્કાના નિવેદન પરથી એવું માનવામાં આવે છે કે અભિનેત્રી પણ આ જ સમસ્યાનો સામનો કરી રહી છે.. ત્યારે આશા રાખીએ કે તે જલદીથી આ સમસ્યાથી છુટકારો મેળવે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video